Monsoon 2023 : ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. ગુજરાતમાં 24 કલાકમાં કુલ 176 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. રાજ્યના કુલ 13 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. 50થી વધુ તાલુકામાં વરસ્યો 1થી 22 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના મોટાભાગના તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ છે. તો ગુજરાતમાં સિઝનનો 53 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદના પગલે જળાશયોનું સરેરાશ જળસ્તર 53.43 ટકા થયુ છે. 43 જળાશયો એલર્ટ પર છે. રાજ્યમાં ખરીફ પાકનું 71.31 ટકા વાવેતર નોંધાયું છે.
આ પણ વાંચો-Gir somnath : ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ, તાલાળા નજીકનો હિરણ-2 ડેમ થયો ઓવરફ્લો, જૂઓ Video
રાજ્યમાં સિઝનનો કુલ 53 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 112.24 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 51 ટકા વરસાદ ખાબક્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો 41 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 70.10 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 43.51 ટકા વરસાદ નોંધાયો છે.
Published On - 10:28 am, Wed, 19 July 23