Rain Update : ગુજરાતમાં  20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, નર્મદાના નાંદોદમાં સૌથી વધુ સવા 5 ઈંચ વરસાદ વરસ્યો, જુઓ Video

Rain Update : ગુજરાતમાં 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, નર્મદાના નાંદોદમાં સૌથી વધુ સવા 5 ઈંચ વરસાદ વરસ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 25, 2023 | 11:37 AM

જતા જતા મેઘરાજા ગુજરાતમાં ધુંઆધાર બેટિંગ કરી રહ્યા છે. 24 સપ્ટેમ્બર 2023 સવારે 6 વાગ્યાથી 25 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 81 તાલુકામાં મેઘમહેર થઇ છે. હવામાન વિભાગે (Meteorological department) હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની (Rain) આગાહી કરી છે.

Monsoon 2023:  ચોમાસાના વિદાયને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જતા જતા મેઘરાજા ગુજરાતમાં ધુંઆધાર બેટિંગ કરી રહ્યા છે. 24 સપ્ટેમ્બર 2023 સવારે 6 વાગ્યાથી 25 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 81 તાલુકામાં મેઘમહેર થઇ છે. હવામાન વિભાગે (Meteorological department) હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની (Rain) આગાહી કરી છે.

આ પણ વાંચો- Surat Rain : ભારે વરસાદ બાદ ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા, અનેક સ્થળોએ ટ્રાફિક જામ થયો, જુઓ Video

બે દિવસથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે. 24 કલાકમાં રાજ્યના કુલ 81 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નર્મદાના નાંદોદમાં સવા 5 ઈંચ વરસાદ વરસ્યો છે. નર્મદાના તિલકવાડામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. અંકલેશ્વર, નવસારી, જલાલપોરમાં 2.5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢ, જામનગર, ગીરસોમનાથમાં અલગ અલગ જગ્યાએ વરસાદ વરસ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો