Monsoon 2022 : ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

|

Aug 16, 2022 | 6:00 PM

હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારેની શક્યતા છે. તો જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં (Gujarat) આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ(Rain) રહેશે. જોકે 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી(Monsoon 2022) છે. રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરને પગલે આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતના સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારેની શક્યતા છે. તો જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મોરબી અનેરાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદનું જોર યથાવત

આ દરમ્યાન વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદનું જોર યથાવત છે. ત્યારે ઉપરવાસના વરસાદની અસર પણ નીચાણવાળા વિસ્તારોમાં થઇ રહી છે. વલસાડના કાશ્મીરનગરમાં વરસાદને કારણે મોટા પાયે પાણી ભરાયા છે.  જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ જિલ્લા કલેક્ટરે પણ ટ્વિટ કરી નીચાણવાલા વિસ્તારોને એલર્ટ કર્યા છે.

આ ઉપરાંત NDRFની ટીમ પણ ખડેપગે છે. ધરમપુર-કપરાડા સહિત મહારાષ્ટ્રના જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી વલસાડના તમામ નદી-નાળામાં નવા નીર આવ્યા છે.વલસાડમાં દિવસ દરમ્યાન વાપીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો. જ્યારે કે ધરમપુરમાં 3.5 ઇંચ  કપરાડામાં 2.75 ઇંચ,  પારડીમાં 2.5 ઇંચ અને વલસાડ-ઉમરગામમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે.

Published On - 5:28 pm, Tue, 16 August 22

Next Video