Jamnagar : હાપામાં ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, બાંધણી તેમજ બ્રાસના 50 જેટલા ઉદ્યોગોને હાલાકી, જુઓ Video

|

Jul 26, 2023 | 1:19 PM

જામનગરના હાપાનાં ઔદ્યોગિક વિસ્તારમાં જ્યાં એક બે દિવસ નહીં પરંતુ છેલ્લા બે સપ્તાહથી વરસાદી પાણી ભરાયેલા છે. ઔદ્યોગિક વિસ્તારમાં બે સપ્તાહથી પાણી ભરાયેલા હોવાથી ઉદ્યોગકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Jamnagar : જામનગરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. જેના પગલે ચારે તરફ પાણી ફરી વળ્યા છે. ત્યારે વરસાદનાં વિરામ બાદ પણ અનેક વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ થયેલા છે. હાપાનાં ઔદ્યોગિક વિસ્તારમાં જ્યાં એક બે દિવસ નહીં પરંતુ છેલ્લા બે સપ્તાહથી વરસાદી પાણી ભરાયેલા છે. ઔદ્યોગિક વિસ્તારમાં બે સપ્તાહથી પાણી ભરાયેલા હોવાથી ઉદ્યોગકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : Jamnagar : ધ્રોલના માર્કેટીંગ યાર્ડમાં થયેલી ચોરીમાં અન્ય બે આરોપીઓ ઝડપાયા, પોલીસે ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો

પાણીનો નિકાલ ન થતા જામનગરની પ્રખ્યાત બાંધણી તેમજ બ્રાસના 50 જેટલા ઉદ્યોગો બંધ છે. એટલું જ નહીં કારખાનાઓમાં પાણી ભરાયેલા હોવાથી મશીનરીને ભારે નુકસાન થવાની ભીતિ છે. ઉદ્યોગો બંધ થતા બે સપ્તાહથી કામદારો બેરોજગાર બન્યા છે. તો ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે અનેક વર્ષોની આ જ સમસ્યા છે. જેની અનેકવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્રારા કોઈ કામગીરી કરાવામાં આવી નથી. ઉદ્યોગકારો અને આગેવાનોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરવા તંત્રને ફરી રજૂઆત કરી છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video