Jamnagar: જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફલો થયો, જુઓ Video

જામનગર તાલુકાના 10 અને લાલપુર તાલુકાના 3 મળીને 13 ગામોને તેમજ મહાનગર જામનગર અને બે ખાનગી કંપનીને પીવાનુ પાણી આપે છે. આ ઉપરાંત 13 જેટલા ગામનો કેનાલ મારફતે સિંચાઈ માટે સસોઈ ડેમ આર્શીવાદરૂપ છે. હાલ ડેમ 2 ફુટની સપાટીએ ઓવરફલો થયો છે.

Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 20, 2023 | 5:24 PM

Jamnagar: જામનગર જીલ્લામાં વરસાદનો(Rain)ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં બુધવારે થયેલા ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા હતા. લાલપુર- જામજોધપુર પંથકમાં થયેલા વરસાદના કારણે સસોઈ ડેમ થયો ઓવરફલો. 22 ફુટની ઊંડાઈ ધરાવતો સસોઈ ડેમ હાલ દોઢથી બે ફુટ સુધી ઓવરફલો થયો છે.

જામનગર શહેરને પીવાનુ પાણી પુરતા પાડતા મુખ્ય ડેમમાં રણજીતસાગર તથા સસોઈ ડેમ આવેલા છે. રણજીતસાગર ડેમ વરસાદના બીજા રાઉન્ડમાં ઓવરફલો થયો હતો. અને વરસાદના ત્રીજા રાઉન્ડમાં સસોઈ પણ છલોછલ થયો છે. બુધવારે લાલપુર તથા આસપાસના વિસ્તારમાં થયેલા સારા વરસાદના કારણે રસોઈ ડેમ જે 40 ટકા સુધી ભરાયેલ હતો. તે એક દિવસમાં 100 ટકા પુર્ણ ભરાયો. રાત્રીના આશરે 10 વાગ્યે સસોઈ ડેમ છલોછલ થયો હતો.

આ પણ વાંચો : Panchmahal Rain Video : કાલોલ નગરપાલિકાની બિલ્ડિંગમાં ઘૂસ્યા પાણી, પાલિકામાં દસ્તાવેજો અને મશીનરીને નુકસાનની ભીતિ

સસોઈ ડેમમાંથી જામનગર શહેર તથા આસપાસના અનેક ગામને પીવા માટે તથા સિંચાઈ માટે પાણી મળતુ રહે છે. સસોઈ સિંચાઈ યોજના જામનગર તાલુકાના ખારા બેરાજા, દોઢીયા, જીવાપર, ગાડુકા, બાલંભડી, આમરા, વસઈ, સરમત, લાખાબાવળ, નાધેડી ગામનો સમાવેશ થાય છે. તેમજ લાલપુર તાલુકાના પીપળી, ડેરાછીકારી, નવાગામનો સમાવેશ થાય છે.

જેમાં કુલ જામનગર તાલુકાના 10 અને લાલપુર તાલુકાના 3 મળીને 13 ગામોને તેમજ મહાનગર જામનગર અને બે ખાનગી કંપનીને પીવાનુ પાણી આપે છે. આ ઉપરાંત 13 જેટલા ગામનો કેનાલ મારફતે સિંચાઈ માટે સસોઈ ડેમ આર્શીવાદરૂપ છે. હાલ ડેમ 2 ફુટની સપાટીએ ઓવરફલો થયો છે. હજુ પણ ઉપરવાસમાં વરસાદી વાતાવરણ હોવાથી પાણીનુ સ્તર વધે છે.

તેથી બુધવાર મોડી રાત્રીથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા 10 જેટલા ગામને સાવચેત રહેવા તંત્ર દ્રારા અપીલ કરવામાં આવી છે. જેમાં આમારા, બાલંભડી, દોઢીયા, ગાડુકા, સરમત, શાપર, વસઈ, બેડ, રસુરનગર, જીવાપર અને લાલપુર તાલુકાના પીપળી, ડેરાછીકારી અને કાનાછીકારી ગામને એલર્ટ કરાયા છે.

જામનગર શહેરને એકાંતરે પાણી વિતરણ માટે અલગ-અલગ ચાર ડેમમાંથી પાણી મળે છે. જેમાંથી મુખ્ય બે ડેમ રણજીતસાગર અને સસોઈ ડેમ ઓવરફલો થયા છે. જેના કારણે આખુ વર્ષ જામનગર શહેરને પીવાના પાણીની સમસ્યા નહી રહે. તેમજ સસોઈ ડેમમાંથી બે તાલુકાના 13 ગામને નિયમિત પીવાનુ અને સિંચાઈનુ પાણી મળી રહેશે. ડેમ ઓવરફલો થયા નયનરમ્ય અને કૃદરતી નજરો જોવા ડેમ પર મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">