Rain Update : ગુજરાતમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ Video

Rain Update : ગુજરાતમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 25, 2024 | 10:16 AM

ચોમાસાની શરુઆતમાં મેઘરાજા ગુજરાતમાં ધુંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ખેડાના માતરમાં સૌથી વઘુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ચોમાસાની શરુઆતમાં મેઘરાજા ગુજરાતમાં ધુંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ખેડાના માતરમાં સૌથી વઘુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કલોલ, ચુડા અને મહેમદાબાદમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.

1 ઈંચથી વધારે વરસાદ ક્યાં વરસ્યો ?

ધંધુકા અને લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ માણસા, ઓલપાડ,ખેડા, વાલોડમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે કલ્યાણપુર, વઘઇ, વ્યારા, દહેગામ, નખત્રાણામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ વલસાડ, ભાણવડ, સંખેડા, ઘોઘંબા, કરજણ, ખેડબ્રહ્મામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. બાવળા, ઉમરેઠ, ચોટીલા, બોટાદ અને આણંદમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર , મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેધરાજા ધમરોળે તેવી શક્યતાઓ છે.આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 25, 2024 10:15 AM