Rain Video : ગુજરાતના 9 ડેમ હાઈ એલર્ટ પર, 50થી વધારે ડેમમાં 90 ટકાથી વધારે જથ્થો

|

Jul 24, 2024 | 12:11 PM

અતિભારે વરસાદથી ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીની ભરપૂર આવક થયો છે.તાપીના ઉકાઈ ડેમમાં દર કલાકે 1,22,000થી વધુ ક્યૂસેક પાણીની આવક થઈ છે.

અતિભારે વરસાદથી ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીની ભરપૂર આવક થયો છે.તાપીના ઉકાઈ ડેમમાં દર કલાકે 1,22,000થી વધુ ક્યૂસેક પાણીની આવક થઈ છે. દમણગંગા ડેમમાં 42 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. કરજણ ડેમમાં દર કલાકે 1,16,000 ક્યૂસેક પાણીની આવક થઈ છે.

ભાદર-2 ડેમમાં 10 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે.સરદાર સરોવર ડેમમાં 25 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 50 ડેમ હાઈએલર્ટ પર છે. 50 ડેમમાં પાણીનો જથ્થો 90 ટકાથી વધારે છે. જેમાં 10 ડેમમાં વોર્નિંગ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જ્યારે 9 ડેમ એલર્ટ પર છે.

જૂનાગઢના 16 ડેમ ઓવરફ્લો

બીજી તરફ જૂનાગઢ જિલ્લાના 19 ડેમમાંથી 16 ડેમ ઓવરફ્લો થયા છે. પાણીના પ્રકોપથી 96 ગામ પ્રભાવિત થયા છે. ભારે વરસાદને પગલે જિલ્લાના કૂલ 65 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. વરસાદમાં અત્યાર સુધી કુલ 27 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. 1238 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

Next Video