Rain Report : છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ ભાવનગરના મહુવામાં પડ્યો વરસાદ – જુઓ Video

|

Jun 30, 2024 | 11:30 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 191 તાલુકામાં મેઘ મહેર થઈ છે. સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે.

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 191 તાલુકામાં મેઘ મહેર થઈ છે. સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરુચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતના 31 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે.સૌથી વધુ કચ્છમાં 14.60 ટકા વરસાદ થયો છે. તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ફક્ત 4.24 ટકા વરસાદ થયો છે. બીજી તરફ વલસાડ જિલ્લાના વાપીમાં આજે છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરભરમાં પાણી પાણી થઈ ગયુ છે. 2 કલાકમાં ધોધમાર વરસાદથી વાપી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video