Monsoon 2025 : વલસાડના જિલ્લામાં ખાબક્યો વરસાદ, ખેડૂતોના પાકને નુકસાનની ભીંતિ, જુઓ Video

Monsoon 2025 : વલસાડના જિલ્લામાં ખાબક્યો વરસાદ, ખેડૂતોના પાકને નુકસાનની ભીંતિ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 04, 2025 | 1:22 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી-પાણી થયા છે. વરસાદ વરસતા કેરી અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગર સહિત ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ તેમજ પાટણમાં પણ હળવા વરસાદનું અનુમાન છે.

સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પડી શકે વરસાદ

ઉલ્લેખનીય છે કે આ વખતે દેશમાં વહેલી એન્ટ્રી બાદ શક્યતા સેવાઈ રહી હતી કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે. જો કે હાલ વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્ર પર જ અટકેલી છે. હવે 14-15 જૂન બાદ જ ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

અરબી સમુદ્ર પર રત્નાગીરી અને મહાબલેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી. જેને લીધે જ મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ, આ સિસ્ટમ હાલ વિખેરાઈ ગઈ છે. જેથી ચોમાસું આગળ વધી રહ્યું નથી. હવે અરબી સમુદ્ર પર નવી સિસ્ટમ સક્રિય થયા બાદ જ ચોમાસું આગળ વધશે. એટલે કે 14-15 જૂન બાદ જ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો