અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, વાત્રક ડેમમાં પાણીની આવક નોંધાઈ, જુઓ વીડિયો

|

Jul 16, 2024 | 10:15 AM

ભિલોડા, શામળાજી અને મોડાસાના ઉત્તરીય વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવન સાથે ધોધમાર વરસાદને લઈ સ્થાનિકો અને ખેડૂતોમાં મેઘરાજાએ ખુશીઓનો માહોલ સર્જી દીધો હતો. જોકે બાયડ અને ધનસુરામાં હળવો વરસાદ નોંધાયો હતો.

અરવલ્લી જિલ્લામાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભિલોડા, શામળાજી અને મોડાસાના ઉત્તરીય વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવન સાથે ધોધમાર વરસાદને લઈ સ્થાનિકો અને ખેડૂતોમાં મેઘરાજાએ ખુશીઓનો માહોલ સર્જી દીધો હતો. જોકે બાયડ અને ધનસુરામાં હળવો વરસાદ નોંધાયો હતો.

ભિલોડા અને શામળાજી સહિત મોડાસાના ઉત્તર વિસ્તારના સરડોઈ, દાવલી અને સુનોખ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભિલોડા અને મોડાસા તથા મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામવાને લઈ સ્થાનિકોમાં અને ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. ભિલોડામાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મેઘરજમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉપર વાસમાં પણ વરસાદને પગલે માલપુર તાલુકામાંથી પસાર થતી વાત્રક નદીમાં પાણીના નવા નીર આવ્યા હતા. લગભગ 700 ક્યુસેક જેટલા પાણીની આવક રાત્રી દરમિયાન વાત્રક ડેમમાં નોંધાઈ હતી. જે પાણીની આવક વહેલી સવાર સુધી નોંધાઈ હતી.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ

  • ભિલોડા 60 મીમી
  • મેઘરજ 48 મીમી
  • માલપુર 20 મીમી
  • મોડાસા 09 મીમી
  • ધનસુરા 09 મીમી
  • બાયડ 06 મીમી

આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video