Navsari : કાલીયાવાડીના આદર્શનગર, શાંતિવન સોસાયટીમાં ભરાયા પાણી, લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર, જૂઓ Video
કાલીયાવાડીના આદર્શનગર, શાંતિવન સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે. ભૂતફળિયા અને રાજીવનગરમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Navsari : નવસારીમાં એક જ રાતમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયુ છે. ભારે વરસાદને (Rain) પગલે નવસારીમાં રહેતા લોકોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે. કાલીયાવાડીના આદર્શનગર, શાંતિવન સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે. ભૂતફળિયા અને રાજીવનગરમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારો પાણીમાં ડૂબતા સ્થળાંતરની (Migration) કામગીરી હાથ ધરાઇ છે. અનેક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. મોડી રાતે અચાનક પાણી આવતા લોકો ઘર છોડી સુરક્ષિત સ્થળે જવા મજબૂર બન્યા હતા.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો