આજનું હવામાન : ગુજરાતના કેટલા વિસ્તારોમાં વરસાદની આગાહી, આ વિસ્તારોમાં બફારાનો અનુભવ થશે, જુઓ Video

| Edited By: | Updated on: Sep 14, 2024 | 9:55 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. આગામી 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદની ગતિ ધીમી પડવાની સંભાવના છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે તેવી શક્યતા છે.

શ્રાદ્ધપક્ષમાં ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર તારીખ 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શ્રાદ્ધપક્ષની શરૂઆતમાં ભારે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં છૂટો છવાયો વરસાદ વરસે છે.