છેલ્લા 12 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ, 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

|

Jun 24, 2024 | 8:27 PM

છેલ્લા 12 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આમ તો સારો વરસાદ થયો છે. તો રાજ્યના 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ જામનગરના લાલપુરમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. તો સુરતના ઓલપાડમાં 2 ઇંચ અને દ્વારકાના કલ્યાણપુર પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ધોધમાર વરસાદની રાહ જોઇ રહેલા ગુજરાતમાં આખરે મેઘરાજાએ મહેર વરસાવી છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આમ તો સારો વરસાદ થયો છે. જો કે જામનગર અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.

તો રાજ્યના 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ જામનગરના લાલપુરમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. તો સુરતના ઓલપાડમાં 2 ઇંચ અને દ્વારકાના કલ્યાણપુર પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડ અને દ્વારકાના ભાણવડમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. શેરડી, ડાંગર અને કપાસના પાકની વાવણી શરૂ થઇ છે. પાકને નિયત પાણી મળી રહેતા ખેડૂતો ખુશ છે.

Published On - 8:26 pm, Mon, 24 June 24

Next Video