Gujarat Rain : વરસાદને લઇને હવામાન વિભાગની ચિંતાજનક આગાહી, સપ્ટેમ્બર મહિનો પણ સુકો રહે તેવી શક્યતા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 28, 2023 | 8:55 PM

રાજ્યમાં ચોમાસું ખેંચાતા જગતના તાતની ચિંતા વધી છે. નિષ્ણાતોનું માનીએ તો, રાજ્યમાં અલ નિનોની અસરને પગલે ચોમાસા પર બ્રેક લાગી છે. જોકે સૌથી માઠા સમાચાર એ છે કે, સપ્ટેમ્બર મહિનો પણ સુકો રહે તેવી શક્યતા છે.

Gujarat Rain : રાજ્યમાં હાલ વરસાદ (Rain) નથી પડી રહ્યો અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં સારા વરસાદની કોઇ આગાહી પણ નથી. એટલું જ નહીં સપ્ટેમ્બર મહિના મુદ્દે જે આગાહી કરવામાં આવી છે તે ખુબ જ ચોંકાવનારી છે. ખાનગી હવામાન એજન્સીનો દાવો છે કે આગામી મહિનો પણ ખેડૂતોને નિરાશ કરી શકે છે.

આ પણ વાંચો Ahmedabad : AMCમાં વિરોધ પક્ષના નેતા બદલવાની માગ ઉગ્ર બની, વિપક્ષી નેતા બનવા કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ખેંચતાણ, જુઓ Video

રાજ્યમાં ચોમાસું ખેંચાતા જગતના તાતની ચિંતા વધી છે. નિષ્ણાતોનું માનીએ તો, રાજ્યમાં અલ નિનોની અસરને પગલે ચોમાસા પર બ્રેક લાગી છે. જોકે સૌથી માઠા સમાચાર એ છે કે, સપ્ટેમ્બર મહિનો પણ સુકો રહે તેવી શક્યતા છે. આપને જણાવી દઇએ કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 82 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

જો કચ્છ-સૌરાષ્ટ્રને બાદ કરીએ તો, રાજ્યના અન્ય ભાગોમાં વરસાદની 25 ટકા ઘટ હાલ વર્તાઇ રહી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદાની ઘટ હોવાની વિગતો સામે આવી છે. સુરતમાં પાછલા 7 વર્ષનું સૌથી કંગાળ ચોમાસું હાલ પસાર થઇ રહ્યું છે.

ઓગસ્ટ 2015માં સુરતમાં માત્ર દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે 7 વર્ષ બાદ ફરી એકવાર ઓગસ્ટ મહિનો કોરો ધાકોર જઇ રહ્યો છે, ચાલુ મહિને સુરતમાં માત્ર 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ મેઘો રિસાતા જગતનો તાત મુંઝાયો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો