Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : AMCમાં વિરોધ પક્ષના નેતા બદલવાની માગ ઉગ્ર બની, વિપક્ષી નેતા બનવા કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ખેંચતાણ, જુઓ Video

Ahmedabad : AMCમાં વિરોધ પક્ષના નેતા બદલવાની માગ ઉગ્ર બની, વિપક્ષી નેતા બનવા કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ખેંચતાણ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 7:38 PM

AMCમાં કોંગ્રેસના માંડ 24 કોર્પોરેટરો ચૂંટાયા છે. તેમાં પણ બે ફાંટા પડી ગયા છે. વિપક્ષના નેતા પદ માટે હવે સિનિયર સભ્યો રોટેશનનો અમલ કરવા માગ કરી રહ્યા છે.

Ahmedabad : અમદાવાદ કોંગ્રેસમાં (Congress) એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના ચૂંટાયેલા જૂજ કોર્પોરેટરો વચ્ચે પણ એકતા નથી. વિપક્ષી નેતાનું પદ મેળવવા માટે ફરી એકવાર અંદરો-અંદર ખેંચતાણ શરૂ થઈ છે.

આ પણ વાંચો Ahmedabad : વેપારી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ કર્મચારીઓની કરાઇ ધરપકડ, જુઓ Video

ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઈકબાલ શેખ અને અન્ય આગેવાનોએ વિપક્ષી નેતા બદલવા માટે સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ જૂથના સભ્યોની માંગ છે કે મોવડી મંડળે એક વર્ષ બાદ વિપક્ષી નેતા બદલાશે તેવું વચન આપ્યું હતું. ત્યારે હવે ઝડપથી વચન પર અમલ કરીને AMCમાં વિપક્ષી નેતા બદલવામાં આવે.

AMCમાં વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેજાદખાન પઠાણે સામાન્ય સભામાંથી કોંગ્રેસના સભ્યોના વૉકઆઉટને ચિંતાજનક ગણાવ્યું છે. આ સાથે જ કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મળી ગેરશિસ્ત કરનારા આગેવાનો સામે પગલા લેવાની રજૂઆત કરવામાં આવશે.

AMCમાં કોંગ્રેસના માંડ 24 કોર્પોરેટરો ચૂંટાયા છે. તેમાં પણ બે ફાંટા પડી ગયા છે. વિપક્ષના નેતા પદ માટે હવે સિનિયર સભ્યો રોટેશનનો અમલ કરવા માગ કરી રહ્યા છે. વિપક્ષના નેતા પદ માટે ગોમતીપુરના ઈકબાલ શેખ, ચાંદખેડાના રાજશ્રી કેસરી સહિતના આગેવાનો રેસમાં છે.

 અમદાવાદ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">