રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોને ફરી ધમરોળશે મેઘરાજા

|

Sep 23, 2024 | 7:13 PM

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. બંગાળની ખાડીમાં સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો 30 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાઈ રહ્યો છે.

હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં હાલ વરસાદ છે. જો કે આગામી દિવસોમાં હજુ પણ વરસાદ વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ પડી શકે છે. ઘણા દિવસો બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યેલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. બંગાળની ખાડીમાં સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો 30 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાઈ રહ્યો છે. તેમાં પણ કેટલાક જિલ્લાઓમાં તો મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચો જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ એક વરસાદી રાઉન્ડની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. જો કે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે નહીં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા છે. રાજ્યમાં વરસાદની વિદાય હજુ થઇ નથી. ત્યારે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચોમાસું વિદાય લે તેવી શકયતાઓ છે.

Next Video