Gujarat Weather: નવરાત્રીમાં વરસાદ બગાડશે ખેલૈયાઓનો ખેલ, પહેલા અને બીજા નોરતે વરસાદની શક્યતા, જુઓ Video

Gujarat Weather: નવરાત્રીમાં વરસાદ બગાડશે ખેલૈયાઓનો ખેલ, પહેલા અને બીજા નોરતે વરસાદની શક્યતા, જુઓ Video

| Edited By: | Updated on: Oct 12, 2023 | 3:57 PM

નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓમાં નવરાત્રીના (Navratri 2023) પર્વ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જો કે નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદી (Rain) વિધ્ન નડી શકે છે. પહેલા અને બીજા નોતરે ખેલૈયાઓ માટે વરસાદ વિલન બને તેવી શક્યતા છે. હવામાન વિભાગે નવરાત્રીના પ્રથમ બે દિવસ વરસાદ રહે તેવી શક્યતા દર્શાવી છે.

Weather : નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓમાં નવરાત્રીના (Navratri 2023) પર્વ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદી (Rain) વિધ્ન નડી શકે છે. પહેલા અને બીજા નોતરે ખેલૈયાઓ માટે વરસાદ વિલન બને તેવી શક્યતા છે. હવામાન વિભાગે નવરાત્રીના પ્રથમ બે દિવસ વરસાદ રહે તેવી શક્યતા દર્શાવી છે.

આ પણ વાંચો-Jamnagar: તાંત્રિક વિધિના નામે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે છેતરપિંડીનો પ્રયાસ, 3 પાંખડીની પોલીસે કરી ધરપકડ

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. પહેલા અને બીજા નોતરે એટલે કે 15 અને 16 ઓક્ટોબરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દમણમાં વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 12, 2023 09:44 AM