Rain : ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારા ખાતે ધુમ્મસને લઈને આહલાદક વાતાવરણ સર્જાયું, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગના સાપુતારા ખાતે ધુમ્મસને લઈને આહલાદક વાતાવરણ જોવા મળ્યું છે. 2 દિવસ ઝરમર વરસાદ બાદ ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગના સાપુતારા ખાતે ધુમ્મસને લઈને આહલાદક વાતાવરણ જોવા મળ્યું છે. 2 દિવસ ઝરમર વરસાદ બાદ ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું છે. વરસાદના કારણે ડાંગમાં વાતાવરણ આહલાદક બન્યું છે.
અંબાલાલ પટેલે વરસાદની કરી આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વંટોળ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા વાતાવરણમાં પલટો આવશે. જો આગામી 3 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 28 મેથી જૂનની શરુઆત સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે મેઘાવી માહોલ રહી શકે છે. ભારે પવન ફૂંકાતા ચોમાસા પાક પર અસર થવાની ભીતિ છે.
