Rajkot : રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ગોંડલ પંથકમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના અનેક ગામમાં ભર ઉનાળે 2 થી 3 ઈંચ વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યુ છે. કોલીથડ, હડમતાળા, પડવલા, નાગડકા, પાટીયાળી,પાંચીયાવદર, ભૂણાવા, બાદરા ગામમાં 2થી 3 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગોંડલ પંથકની પડવલાની છાપરવડી નદીમાં વરસાદના કારણે પૂર આવ્યુ હોવાનું પણ સામે આવી રહ્યુ છે. ગોંડલ પંથકમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.
તો બીજી તરફ અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ છે.ભારે પવન સાથે મોટા ભમોદ્રા,ઘોબા,ભોકરવા, મેવાસામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો