Rain Breaking : ડાંગ જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી ! 14 ઈંચથી વધુ વરસાદથી જનજીવન ઠપ, 47 રસ્તા બંધ
dang rain news

Rain Breaking : ડાંગ જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી ! 14 ઈંચથી વધુ વરસાદથી જનજીવન ઠપ, 47 રસ્તા બંધ

| Updated on: Jul 23, 2026 | 10:45 AM

સાંબેલાધાર વરસાદે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. અંબિકા, ગિરા, ખાપરી અને પૂર્ણા નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જોખમ વધતા તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે.

ડાંગ જિલ્લામાં મોડી રાતથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. સાંબેલાધાર વરસાદે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. અંબિકા, ગિરા, ખાપરી અને પૂર્ણા નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જોખમ વધતા તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે.

વઘઈ તાલુકામાં 14 ઈંચથી વધુ વરસાદ

વઘઈ તાલુકામાં 14 ઈંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પર ગંભીર અસર પડી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સાપુતારામાં 8.11 ઈંચ, આહવામાં 6.22 ઈંચ અને સુબીરમાં 2.64 ઈંચ વરસાદ નોંધાયો છે.

ડાંગ જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી

ધોધમાર વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. તોતિંગ વૃક્ષો રસ્તા પર પડી જતાં અનેક માર્ગો અવરોધિત બન્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરી છે.

47 રસ્તાઓ પર વાહનવ્યવહાર થયો બંધ

ભારે વરસાદના કારણે જિલ્લામાં કુલ 47 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. વઘઈ–સાપુતારા સ્ટેટ હાઈવે પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.

જળબંબાકારની સ્થિતિને કારણે પંચાયત હસ્તકના 47 માર્ગો સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને નદી-નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Valsad cloud Burst Effect: વલસાડમાં વરસાદી કહેર ! ઘોલવડ-ઉમરગામ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો, વંદે ભારત, કર્ણાવતી અને ડબલડેકર રદ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us