Rain Breaking : બોટાદ અને જસદણ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર બોટાદ અને રાજકોટના જસદણ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ બોટાદના ગઢડામાં વીજળી અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ( Rain ) વરસ્યો હતો. ગઢડામાં અચાનક ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો હતો. ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડ્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે અડધો ઈંચ વરસાદ વરસતા ચોમાસા જેવા માહોલ સર્જોયો હતો.
આ પણ વાંચો : Botad : ગઢડાના ઢસા ગામે કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, માતા અને પુત્રનું ઘટના સ્થળે મોત, જુઓ Video
ગુજરાતમાં ચોમાસુ શરુ થશે મોડુ
તો બીજી તરફ હવામાન વિભાગના (Meteorological Department) ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કેરળમાં આ વખતે ચાર જૂને ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. દર વર્ષે કેરળમાં ચોમાસુ શરૂ થયાના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસે છે. જેથી કેરળમાં ચોમાસુ મોડુ શરુ થવાની શક્યતા હોવાથી ગુજરાતમાં પણ ચોમાસુ થોડુ મોડુ શરુ થાય તેવી સંભાવના છે.
બોટાદ અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…