Botad: સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં DDOની સરપ્રાઈઝ વિઝિટ, ગેરહાજર તબીબને આપી નોટિસ

બોટાદમાં ગઢડાના ઢસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં DDOએ સરપ્રાઇઝ વિઝીટ કરી. DDO અક્ષય બુદાનિયાની સરપ્રાઇઝ વિઝીટમાં તબીબની ગેરહાજરી જોવા મળી હતી. ગેરહાજર રહેનાર તબીબને ફટકારી નોટિસ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 11:15 PM

ગુજરાતમાં રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્ર દ્વારા વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ કેટલીક હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ બેદરકારી દાખવતું હોય તેવી ઘટનાઓ સામે આવી છે. આગામી સમયમાં આવી ઘટનાઓ ફરી નહીં બને તેને માટે બોટાદમાં DDO એક્શનમાં આવ્યા છે. બોટાદમાં ગઢડાના ઢસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં DDOએ સરપ્રાઇઝ વિઝીટ કરી. DDO અક્ષય બુદાનિયાની સરપ્રાઇઝ વિઝીટમાં તબીબની ગેરહાજરી જોવા મળી હતી.

આ પણ વાંચો : વેકેશન દરમિયાન ફરવા જવા ઇચ્છતા હોવ તો જલ્દી ટિકિટ બૂક કરાવી લેજો, નહીંતર ટ્રેન બૂકિંગ થશે મુશ્કેલ, આ છે કારણ

આ સરપ્રાઇસ વિઝિટમાં વોર્ડ બોય, ડ્રાઇવર, સિસ્ટર અને કોમ્પ્યુટર ઓપરેટરની હાજરી હતી પરંતુ તબીબ ગેર હાજર જોવા મળ્યા હતા. આ સાથે DDOએ વિઝીટ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી તથા કર્મચારીઓ અને તબીબોની કામગીરી અંગે માહિતી મેળવી. મહત્વપૂર્ણ છે કે સરપ્રાઇઝ વિઝીટ દરમિયાન ફરજ પર ગેરહાજર જોવા મળેલા તબીબને DDOએ નોટિસ ફટકારી છે. આગામી સમયમાં આરોગ્ય ક્ષેત્રે કોઈ તબીબ કે જવાબદાર અધિકારી ફરજ પર બેદરકારી નહીં દાખવે તે માટે ઉદાહરણ રૂપ દાખલો બેસાડવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">