Gujarati Video : લખતર પંથકમાં કમોસમી વરસાદ, તલનો પાક આડો પડી જતા નુકસાનની ભીતિ

Gujarati Video : લખતર પંથકમાં કમોસમી વરસાદ, તલનો પાક આડો પડી જતા નુકસાનની ભીતિ

| Edited By: | Updated on: May 05, 2023 | 9:46 AM

સુરેન્દ્રનગરના લખતરમાં ભારે પવનના કારણે તલનો પાક આડો પડી જતા 40થી 50 ટકા નુકસાનની ભીતિ છે. તો વરસાદના છાંટા લાગતા તલના દાણા લાલ થઈ જતા ભાવ પણ ઓછા મળશે.

સુરેન્દ્રનગરના લખતરમાં પાછલા અઠવાડિયાથી સતત કમોસમી વરસાદને પગલે ખેડૂતો પરેશાન થયા છે. ભારે પવનના કારણે તલનો પાક આડો પડી જતા 40થી 50 ટકા નુકસાનની ભીતિ છે. તો વરસાદના છાંટા લાગતા તલના દાણા લાલ થઈ જતા ભાવ પણ ઓછા મળશે. એક તરફ ખેડૂતોને પાકની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી. તો બીજી તરફ કુદરત કોપાયમાન થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

આ પણ વાંચો  : Surendranagar: રખડતા ઢોરની સમસ્યાએ મુકી માઝા, મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ઘુસી ગાય

લખતર પંથકમાં તલ, ઘઉં અને અજમો સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકાર અન્ય તાલુકાની જેમ લખતરમાં પણ ઝડપથી સર્વે કરાવીને વળતર ચુકવે તેવી ખેડૂતો માગણી કરી રહ્યાં છે. જો રાજ્ય સરકાર સહાય નહીં કરે તો લખતર પંથકના અનેક ખેડૂતો દેવાના બોજ તળે આવી જશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…