Gujarat Video: અમદાવાદ થી મુંબઇ રેલવેને લઈ મહત્વના સમાચાર, 26 થી 28 ઓગસ્ટ સુધી કુલ 57 ટ્રેન રદ

Gujarat Video: અમદાવાદ થી મુંબઇ રેલવેને લઈ મહત્વના સમાચાર, 26 થી 28 ઓગસ્ટ સુધી કુલ 57 ટ્રેન રદ

| Edited By: | Updated on: Aug 25, 2023 | 6:21 PM

અમદાવાદ થી મુંબઈ જતી કેટલીક ટ્રેનને રદ કરવાની ફરજ પડી છે. સુરતના ઉધનામાં ટેકનીકલ કારણોસર ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. જેને લઈ અમદાવાદ- મુંબઈ વચ્ચેની કેટલીક ટ્રેનને રદ કરવાની જરુર પડી છે.

અમદાવાદ થી મુંબઈ જતી કેટલીક ટ્રેનને રદ કરવાની ફરજ પડી છે. સુરતના ઉધનામાં ટેકનીકલ કારણોસર ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. જેને લઈ અમદાવાદ- મુંબઈ વચ્ચેની કેટલીક ટ્રેનને રદ કરવાની જરુર પડી છે. 26 ઓગષ્ટથી 28 ઓગષ્ટ સુધીની ટ્રેનને રદ કરવાની ફરજ પડી છે. કેટલીક ટ્રેનને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે, તો કેટલીક ટ્રેનને રી-શેડ્યૂલ કરવામાં આવી છે. આમ અમદાવાદ થી મુંબઈ વચ્ચેના રેલવે મુસાફરોને થોડીક સમસ્યાઓ સર્જાશે.

અમદાવાદ રેલવે દ્વારા આ અંગેની જાણકારી મુસાફરોને માટે જારી કરવામાં આવી છે. અમદાવાદ રેલવેના પીઆરઓએ આ અંગેની જાણકારી આપતા કહ્યુ કે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે. આ અંગેની યાદી પણ રેલવે દ્વારા જારી કરવામાં આવી છે. મુસાફરોને ઓછી અગવડતા રહે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Video: સાવલીમાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષકોએ શાળામાં સફાઈ કરાવી, રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળાબંધી કરી

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 25, 2023 06:20 PM
Follow Us