રેલવે મુસાફરો ધ્યાન રાખે, સૌરાષ્ટ્રનો રેલ વ્યવહાર 2 મે સુધી ખોરવાયેલો રહેશે

| Edited By: | Updated on: Apr 25, 2022 | 7:25 AM

જામનગર ઈન્ટરસિટી બંને તરફની સંપૂર્ણ રદ કરવામાં આવી છે જયારે ચાર ટ્રેન આંશિક રદ અને પાંચ ટ્રેનો મોડી દોડશે. રેલવે તંત્રએ આજે છેલ્લી ઘડીએ જાહેરાત કરતા હજારો મુસાફરોએ જેમણે એડવાન્સ ટિકટ બુક કરાવી હોય તેઓ પરેશાનીમાં મુકાયા છે.

રાજકોટ (Rajkot)  રેલવે (Railway) ડિવિઝન હેઠળનાં સુરેન્દ્રનગર – રાજકોટ સેકશનમાં દિગસર અને મૂળી વચ્ચે ચાલી રહેલી ડબલ ટ્રેક (Track) ની કામગીરીને લઈને આજથી તા. 2 મે સુધી સૌરાષ્ટ્ર (Saurastra) નો અમદાવાદ તરફનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. જામનગર ઈન્ટરસિટી બંને તરફની સંપૂર્ણ રદ કરવામાં આવી છે જયારે ચાર ટ્રેન આંશિક રદ અને પાંચ ટ્રેનો મોડી દોડશે. રેલવે તંત્રએ આજે છેલ્લી ઘડીએ જાહેરાત કરતા હજારો મુસાફરોએ જેમણે એડવાન્સ ટિકટ બુક કરાવી હોય તેઓ પરેશાનીમાં મુકાયા છે.

રેલવે તંત્રએ મુસાફરોને મુસાફરી શરૂ કરે તે પહેલાં ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ જાણકારી રેલવેની વેબસાઈટ પરથી મેળવી લેવા વિનંતી કરી છે. સૌથી વધુ ભીડ હોય છે તે જામનગર – વડોદરા ઈન્ટરસિટી તા. 25 થી તા. 2 મે સુધી અને વડોદરાથી તા. 24મીથી તા. 1લી મે સુધી સંપૂર્ણ રદ કરવામાં આવી છે.

રદ કરાયેલી ટ્રેનો:

  1. ટ્રેન નં 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 24.04.2022 થી 01.05.2022 સુધી રદ.
  2. ટ્રેન નં 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 25.04.2022 થી 02.05.2022 સુધી રદ.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

  1. ટ્રેન નં 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 24.04.2022 થી 01.05.2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. ટ્રેન નં 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 24.04.2022 થી 01.05.2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

24.04.2022 થી 01.05.2022 સુધી માર્ગ માં લેટ થનારી ટ્રેનો:

  1. ટ્રેન નં 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ દરરોજ 30 મિનિટ
  2. ટ્રેન નં 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દરરોજ 10 મિનિટ
  3. ટ્રેન નં 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ દર રવિવારે 25 મિનિટ
  4. ટ્રેન નં 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ દર રવિવાર 25 મિનિટ
  5. ટ્રેન નં 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ દર રવિવાર, મંગળવાર અને શુક્રવાર 25 મિનિટ

આ પણ વાંચોઃ Valsad: ફાલ્ગુની પાઠક કાર્યક્રમમાં મોડી આવતાં લોકો વિફર્યાં, મોડી પહોંચેલી ફાલ્ગુની હોબાળો જોઇ રવાના થઈ ગઈ

આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંક ન થતા ભાજપ નેતાઓની ઉચ્ચકક્ષાએ રજુઆત