AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: જે.કે.ચોક કા રાજા બન્યા આકર્ષણનું કેન્દ્ર, જ્યાં ગણપતિ દાદાની આસપાસ જીવંત સફેદ ઉંદરો કરે છે પ્રદક્ષિણા, જુઓ Video

Rajkot: દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં જેકે ચોકનો ગણેશ પંડાલ હરકોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં ગણેશ પંડાલમાં તમને જોવા મળશે જીવિત ઉંદરો. છેલ્લા 15 વર્ષથી અહીં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે અને હજારો લોકો અહીં દર્શનાર્થે આવે છે. ત્યારે ગણેશજીનું વાહન જેને કહેવાય છે તે મૂષક તમને અહીં ગણેશજીની આસાપાસ ફરતા જોવા મળશે. આ સફેદ મૂષકો પ્રસાદના લાડુ પણ ખાતા જોવા મળે છે.

Ronak Majithiya
| Edited By: | Updated on: Sep 21, 2023 | 6:55 PM
Share

Rajkot: હાલ દેશભરમાં ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ગણેશ ચતુર્થીથી લઈને 10 દિવસ સુધી દેશભરમાં અલગ અલગ પંડાલોમાં ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે. ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં ધામધૂમથી ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રંગીલું રાજકોટ તેમાંથી કઈ રીતે બાકાત રહી શકે. દરેક તહેવારને રાજકોટવાસીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી મનાવે છે. ત્યારે ગણપતિ ઉત્સવને લઈને પણ રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ છે. રાજકોટમાં અલગ અલગ અનેક ગણેશ પંડાલો છે. જે રાજકોટવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

જે.કે. ચોક કા રાજામાં જીવંત ઉંદરો બન્યા આકર્ષણનું કેન્દ્ર

રાજકોટના જે કે ચોકમાં છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી શિવશક્તિ ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવનું 10 દિવસ સુધી આયોજન કરવામાં આવે છે. જેમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો ગણપતિ દાદાના દર્શન માટે આવે છે. આ ગણેશ પંડાલની વિશેષતા એ છે કે અહીંયા ગણપતિ દાદાની મૂર્તિની આસપાસ 11 જેટલા જીવંત સફેદ ઉંદરો દાદાની પ્રદક્ષિણા કરતા જોવા મળે છે. આ ઉંદરો પ્રસાદના લાડુ પણ ખાતા જોવા મળે છે. આ દૃશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. ખાસ કરીને બાળકોમાં આ સફેદ ઉંદરોને જોવા માટે ખૂબ જ ઉત્સુકતા જોવા મળે છે અને તેઓ આ સફેદ ઉંદરોને ગણપતિ દાદાની આજુબાજુ ફરતા જોઈને ખુબ જ ખુશ થઈ જતાં હોય તેવા દ્રશ્યો આ પંડાલમાં જોવા મળે છે.

જંગલ થીમ અને ભક્તોને ઠંડક માટે ખાસ AC ડોમ તૈયાર કરાયો

જે. કે. ચોક કા રાજામાં જીવંત ઉંદરોની સાથે અહીંયાના ડોમની થીમ પણ આકર્ષણનું કેન્દ્ર રહેતી હોય છે. જેમાં દરવર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. આ વખતે અહીંયા ખાસ જંગલની થીમ રાખવામાં આવી છે.જેમાં શહેરની વચ્ચોવચ લોકોને જંગલની અંદર ગણપતિ દાદાના દર્શન કરતાં હોય તેવી અનુભૂતિ થાય છે. આ ઉપરાંત આ પંડાલમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી લોકોને ગરમી ન થાય તે માટે આ આખો ડોમ સેન્ટ્રલ AC બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજ્યમાં વિવિધ થીમ આધારિત ગણેશજીની મૂર્તિઓએ જમાવ્યું આકર્ષણ- જુઓ Video

દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

આ ગણેશ પંડાલમાં 8 વાગ્યે મહાઆરતી થાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે. મહાઆરતી બાદ દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. અલગ અલગ દિવસે લોકડાયરા, રામામંડળ, દાંડિયારાસ અને સંતવાણી જેવા આયોજનો થશે. આગામી 24 તારીખે રાજભા ગઢવીનો લોકડાયરો યોજાશે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">