સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પદ્મશ્રી સન્માન, કહ્યું- નાગરિક સન્માનથી દેશ સાથે જોડાવાનો મોકો મળ્યો
રઘુવીર ચૌધરીને 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ત્યારે પદ્મશ્રી મળ્યા બાદ રઘુવીર ચૌધરીએ TV9 સાથે ખાસ વાતચીત કરી અને કહ્યું કે સાહિત્ય ક્ષેત્રે તો અનેક એવોર્ડ મળ્યા છે. પરંતુ નાગરિક સન્માન મળવાથી દેશ સાથે જોડાવાનો મોકો મળે છે.
સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું આગવું પ્રદાન કરનાર સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાશે. કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોના નામની જાહેરાત કરી છે. જેમાં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં લેખક રઘુવીર ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી છે. સાહિત્ય ક્ષેત્રમાં રઘુવીર ચૌધરીનું અજોડ યોગદાન છે.
રઘુવીર ચૌધરીને 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ત્યારે પદ્મશ્રી મળ્યા બાદ રઘુવીર ચૌધરીએ TV9 સાથે ખાસ વાતચીત કરી અને કહ્યું કે સાહિત્ય ક્ષેત્રે તો અનેક એવોર્ડ મળ્યા છે. પરંતુ નાગરિક સન્માન મળવાથી દેશ સાથે જોડાવાનો મોકો મળે છે. તો સાહિત્ય ક્ષેત્રે હાલની સ્થિતિ વિશે કહ્યું કે, સાહિત્યમાં પહેલા જેટલું આકર્ષણ નથી રહ્યું. ટીવી-સિનેમાના સમયમાં લખનારની ભૂમિકા પણ બદલાઈ છે.
Published on: Jan 26, 2024 04:43 PM