Gujarati Video : જુનાગઢમાં પોલીસનું બોર્ડ લગાવીને દાદાગીરી કરવી યુવકને પડી મોંઘી, ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસે કરી કાર્યવાહી

|

May 29, 2023 | 6:06 PM

જૂનાગઢમાં પોલીસનું બોર્ડ લગાવી દાદાગીરી કરનાર આરોપી વિરુદ્ધ મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તરમાં રૌફ જમાવતા શખ્સ સામે કાર્યવાહી કરાઇ છે. કાર સામસામે આવી જતાં અન્ય કારના ચાલક સાથે માથાકૂટ થઈ હતી. કાર સાઈડમાં ન લેતા અન્ય કાર ચાલક સાથે બબાલ થઈ હતી.

Junagadh: ગાડી પર પોલીસનું બોર્ડ લગાવી દાદાગીરી કરતાં લોકોનો રાફડો ફાટ્યો છે. આવી જ ઘટના જૂનાગઢમાં પણ સામે આવી છે. જ્યાં પોલીસનું બોર્ડ લગાવી રૌફ જમાવતા શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મેંદરડા વિસ્તારમાં બે કાર સામસામે આવી જતાં માથાકૂટ થઈ હતી. પોલીસનું બોર્ડ લખેલી કારના ચાલકે ઉતરીને અન્ય કાર ચાલક સાથે બોલાચાલી પણ કરી. સમગ્રઘટના દરમ્યાન જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે રસ્તા વચ્ચે અકસ્માત થવાની શક્યતા હતી. જો કે, કારચાલકે કાર સાઈડ પર ન લેતા બબાલ થઈ.

આ પણ વાંચો : બાબા પર ફરી થયા પ્રહાર, પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશ ફેફરે બાબાને અધર્મીનો અવતાર ગણાવ્યા, જુઓ Video

આ ઘટના બાદ પોલીસ લખેલી કારના ચાલકે અન્ય કારચાલકને હેરાન પણ કર્યો. તેનો પીછો કર્યો હતો. જે બાદ કાર આગળની બાજુ લઈને જગ્યા પણ આપી નહીં. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. અને પોલીસનું બોર્ડ લખેલી કારની નંબર પ્લેટને આધારે તપાસ હાથ ધરી છે. સવાલ એ થાય છે કે, શું ખરેખર કારમાં કોઈ પોલીસ કર્મચારી હતો કે, પછી પોલીસના નામે અન્ય લોકો રૌફ જમાવી રહ્યા છે ?

જુનાગઢ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video