પૂર્ણેશ મોદી બની શકે છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ, જુઓ-Video

|

Jun 28, 2024 | 5:51 PM

પ્રદેશ અધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીને જવાબદારી સોંપાય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે પૂર્ણેશ મોદી ગુજરાત સરકારમાં મંત્રી તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. પૂર્ણેશ મોદી જે પી નડ્ડા અને અમિત શાહ સાથેની મુલાકાત બાદ પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્ણેશ મોદી બની શકે તેવી વાત વહેતી થઈ છે. જો પૂર્ણેશ મોદી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બને તો, સુરતમાંથી તેઓ ત્રીજા નેતા હશે જેઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા હોય.

ગુજરાત ભાજપમાં પૂર્ણેશ મોદીને મોટી જવાબદારી મળી શકે છે. મળતી માહિતી મુજબ પ્રદેશ અધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીને જવાબદારી સોંપાય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે પૂર્ણેશ મોદી ગુજરાત સરકારમાં મંત્રી તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. ત્યારે પૂર્ણેશ મોદીને ગુજરાત ભાજપમાં મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

પૂર્ણેશ મોદી બનશે પ્રદેશ અધ્યક્ષ?

રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથેની મુલાકાત બાદ, આ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે પૂર્ણેશ મોદીને ગુજરાત ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છેની ચર્ચા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે પૂર્ણેશ મોદી હાલ ભાજપના ઓબીસી નેતા છે અને ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

આગામી પ્રદેશ અધ્યક્ષની ચર્ચાએ જોર પકડ્યું

તમને જણાવી દઈએ કે સીઆર પાટીલની ટર્મ પૂરી થઈ રહી છે  અને તેઓ હાલ કેન્દ્રમાં કેબિનેટ પ્રધાન છે, ત્યારે તેઓ હવે પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે. સી આર પાટીલના સ્થાને પૂર્ણેશ મોદીને પ્રમુખપદની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ મોદી સરકારમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. જેથી તેમના અનુગામી કોણ બનશે તેને લઈ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે પૂર્ણેશ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેબિનેટ પ્રધાન જે પી નડ્ડા તેમજ ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી.  આ મુલાકાતના અહેવાલ બાદ પૂર્ણેશ મોદીને, ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે તેવી ચર્ચા રાજકીય ક્ષેત્રે થઈ રહી છે.

જો પૂર્ણેશ મોદી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બને છે તો, કાશીરામ રાણા, સી આર પાટીલ બાદ સુરતમાંથી ત્રીજા નેતા ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે. સી આર પાટીલ સુરતના છે અને નવસારી મતવિસ્તારમાથી સાંસદ તરીકે ચૂંટાયેલા છે.

 

Next Video