પંચમહાલમાં ટેકાના ભાવે ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી, 7 હજારથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી
ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા ડાંગરના પ્રતિ ક્વિન્ટલ રૂ.2183 મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂ.2090 અને બાજરીના પ્રતિ ક્વિન્ટલ રૂ.2500 ટેકાના ભાવો નક્કી કરાયા છે. જિલ્લામાં અલગ અલગ ખરીદ કેન્દ્રો શરૂ કરી હાલમાં ટેકાના ભાવે ડાંગર, મકાઈ અને બાજરીના પાકની ખરીદી શરૂ કરાઇ છે.
પંચમહાલમાં ટેકાના ભાવે ડાંગર, મકાઈ, અને બાજરીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે ટેકાના ભાવે પાકના વેચાણ માટે 7 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ગત વર્ષ કરતા આશરે 3 હજાર ખેડૂતો વધુ નોંધાયા છે. સારા વરસાદને લીધે ડાંગર, મકાઈ અને બાજરીનું પાકનું મલબલ ઉત્પાદન થયું છે.
આ પણ વાંચો પંચમહાલ: તહેવારોને પગલે ફુડ અને સેફ્ટી વિભાગ સતર્ક, ખાદ્ય પદાર્થોનું કરાયું ચેકિંગ, જુઓ ફોટો
ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા ડાંગરના પ્રતિ ક્વિન્ટલ રૂ.2183 મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂ.2090 અને બાજરીના પ્રતિ ક્વિન્ટલ રૂ.2500 ટેકાના ભાવો નક્કી કરાયા છે. જિલ્લામાં અલગ અલગ ખરીદ કેન્દ્રો શરૂ કરી હાલમાં ટેકાના ભાવે ડાંગર, મકાઈ અને બાજરીના પાકની ખરીદી શરૂ કરાઇ છે.
(With Input : Nikunj Patel)
Latest Videos