AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની ધરતી પર જાપાનીઝ ચમત્કાર ! બુલેટ ટ્રેન માટે તૈયાર થઈ રહ્યો છે ‘લોખંડી’ માર્ગ, જાણો શું છે આ J-સ્લેબની ખાસિયત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે માત્ર એક સપનું નથી પરંતુ વાસ્તવિકતા બની રહ્યો છે. 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ ટ્રેન માટે ભારતનો સૌથી આધુનિક ‘બેલેસ્ટલેસ’ ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતની ધરતી પર જાપાનીઝ ચમત્કાર ! બુલેટ ટ્રેન માટે તૈયાર થઈ રહ્યો છે ‘લોખંડી’ માર્ગ, જાણો શું છે આ J-સ્લેબની ખાસિયત
Sachin Kolte
| Edited By: | Updated on: Apr 22, 2026 | 7:48 PM
Share

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની શિંકાનસેન ટ્રેક સિસ્ટમ આધારિત J-સ્લેબ બેલેસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, જેનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ થશે. આ ટ્રેક સિસ્ટમ ચાર મુખ્ય ઘટક (RC ટ્રેક બેડ, સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર (CAM), પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબ અને ફાસ્ટનર્સ સાથેની રેલ)માંથી બનેલી છે.

આ J-સ્લેબના ઉત્પાદન માટે ગુજરાતમાં સુરત નજીક કિમ અને આણંદ ખાતે બે આધુનિક ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ (TSMF) સ્થાપિત કરવામાં આવી છે. આ કારખાનાઓ ઉચ્ચ ગુણવત્તાવાળા કાંક્રીટ સ્લેબને ચોક્કસ માપદંડ સાથે તૈયાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેથી પ્રોજેક્ટ માટે આ મહત્વપૂર્ણ ઘટકની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ શકે. આ કારખાનાઓમાં બનેલા ટ્રેક સ્લેબને સ્ટેકિંગ વિસ્તારમાં સંગ્રહિત કરવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેલરો દ્વારા ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ (TCB) સુધી પહોંચાડવામાં આવે છે, જે જમીન તેમજ વાયાડક્ટ પર ટ્રેક સ્લેબ, મશીનરી અને સાધનોના સંચાલન માટે આધારરૂપ બને છે.

ટ્રેક નિર્માણ કાર્યને સરળ બનાવવા માટે તેમાં રેલ, ટ્રેક સ્લેબ, મશીનરી અને સાધનોનું સંચાલન જોડાયેલ છે. વધુમાં ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ (TCB) પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલમાં 10 ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ કાર્યરત છે, જેમાંથી 4 સુરત–બિલીમોરા–વાપી વિભાગ વચ્ચે અને 6 વડોદરા–આણંદ–અમદાવાદ વિભાગ વચ્ચે આવેલ છે.

ટ્રેક નિર્માણ કાર્યની પ્રગતિની વિગતો

ક્રમ નંબર  ટ્રેક પ્રવૃત્તિ સ્થિતિ (રૂટ કિમીમાં)
1 RC ટ્રેક બેડ પાથરાયો 185
2 ટ્રેક સ્લેબનું ઉત્પાદન 188
3 ટ્રેક સ્લેબ પાથરાયા અને CAM ઇન્જેક્શન 70

ટ્રેક સ્થાપન પ્રક્રિયા સંપૂર્ણપણે આધુનિક મશીનરી દ્વારા યાંત્રિક બનાવવામાં આવી છે, જે ખાસ કરીને જાપાનની બાંધકામ પદ્ધતિઓ મુજબ ડિઝાઇન અને બનાવવામાં આવી છે. જણાવી દઈએ કે, આમાં મોટાભાગના સાધનો ભારતમાં બનાવવામાં આવ્યા છે.

ટ્રેક નિર્માણ મશીનરીની વિગતો:

ફ્લેશ બટ વેલ્ડિંગ મશીન (FBWM): 25 મીટર લાંબી 60 કિલોગ્રામ રેલને ફ્લેશ બટ વેલ્ડિંગ મશીન (FBWM) દ્વારા જોડીને 200 મીટર લાંબા પેનલ બનાવવામાં આવે છે, જે ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ (TCB) પર વાયાડક્ટ ઉપર તૈયાર થાય છે. 320 કિમી પ્રતિ કલાકની ગતિએ હાઇ-સ્પીડ ટ્રેન સંચાલન માટે યોગ્ય બનાવવા માટે રેલ વેલ્ડિંગ શરૂ કરતાં પહેલાં કડક પરીક્ષણ અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. રેલ વેલ્ડ ફિનિશિંગ તેમજ નિરીક્ષણ અને પરીક્ષણ માટે તાલીમ-પ્રમાણપત્ર જાપાનની કંપની JARTS દ્વારા આપવામાં આવ્યું છે, જે વેલ્ડિંગ કાર્ય શરૂ કરવા માટે જરૂરી છે.

ટ્રેક સ્લેબ લેયિંગ કાર (SLC): પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબને વાયાડક્ટ પર ઊંચકીને ખાસ ડિઝાઇન કરેલી SLC પર લોડ કરવામાં આવે છે અને ટ્રેક બિછાવવાની જગ્યાએ લઈ જવામાં આવે છે. SLC એક સમયે 5 સ્લેબ ઉઠાવી શકે છે, જેની મદદથી સ્લેબને RC ટ્રેક બેડ પર ચોક્કસ સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે.

રેલ ફીડર કાર (RFC): 200 મીટર લાંબા રેલ પેનલને RFC પર લોડ કરીને RC ટ્રેક બેડ પર બિછાવવામાં આવે છે. RFC રેલની જોડી ને RC બેડ પર આગળ ધપાવે છે અને શરૂઆતમાં RC બેડ પર અસ્થાયી ટ્રેક બિછાવવામાં આવે છે.

સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર ઇન્જેક્શન કાર (CAM કાર): RC બેડ પર ટ્રેક સ્લેબ મુકાયા પછી CAM કાર બીજા ટ્રેક પર ચાલે છે. ટૂંકમાં UP અને DN બંને લાઇન પર સ્ટાન્ડર્ડ ગેજનું અસ્થાયી ટ્રેક પહેલા બિછાવવામાં આવે છે. CAM કાર નિર્ધારિત પ્રમાણમાં CAM સામગ્રી મિક્સ કરે છે અને ત્યારબાદ સ્લેબની નીચે (ખાસ બેગમાં) CAM મિશ્રણ ઇન્જેક્ટ કરે છે, જેથી અંતિમ ટ્રેકની જરૂરી લાઇન અને લેવલ જાળવી શકાય.

મુંબઈ, અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રગતિ (19 એપ્રિલ 2026 ના રોજ)

  1. 508 કિમીમાંથી 347 કિમી વાયડક્ટ અને 439 કિમી પિયરનું કામ પૂર્ણ થઈ ગયું છે.
  2. 17 નદી પુલ, 05 પીએસસી (પ્રીસ્ટ્રેસ્ડ કોંક્રિટ) અને 13 સ્ટીલ પુલ પૂર્ણ થયા.
  3. 286 કિમીના પટ પર 5.7 લાખથી વધુ અવાજ અવરોધો સ્થાપિત કરવામાં આવ્યા.
  4. 370 ટ્રેક કિમી (185 રૂટ કિમી) આરસી ટ્રેક બેડ બાંધકામ પૂર્ણ થયું.
  5. મુખ્ય લાઇન વાયાડક્ટના આશરે 176 કિમી રૂટ પર 7,400 થી વધુ OHE માસ્ટ (ઓવરહેડ ઇક્વિપમેન્ટ થાંભલા) સ્થાપિત કરવામાં આવ્યા છે.
  6. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સાત (07) પર્વતીય ટનલમાંથી, બે (02) પર્વતીય ટનલ માટે સફળતા પ્રાપ્ત થઈ.
  7. બીકેસી અને શિલ્ફાટા (મહારાષ્ટ્રમાં) વચ્ચેની 21 કિમી ટનલમાંથી 05 કિમી NATM ટનલ ખોદવામાં આવી છે.
  8. સુરત અને અમદાવાદ ખાતે રોલિંગ સ્ટોક ડેપોનું બાંધકામ પ્રગતિમાં છે.
  9. ગુજરાતના તમામ સ્ટેશનો પર સુપરસ્ટ્રક્ચરનું કામ અંતિમ તબક્કામાં છે.
  10. ત્રણેય એલિવેટેડ સ્ટેશનો પર કામ શરૂ થઈ ગયું છે અને મહારાષ્ટ્રના મુંબઈ ભૂગર્ભ સ્ટેશન પર સ્લેબ કાસ્ટિંગનું કામ પ્રગતિમાં છે.

Breaking News : AMC ચૂંટણીમાં ચોંકાવનારો ખુલાસો ! 47 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ, TV9 ઇન્વેસ્ટિગેશનમાં ખુલ્યા ચહેરા, જુઓ આખું List

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">