ગાંધીનગરની કરાઈ તાલીમ એકેડમીમાં નકલી PSI કૌભાંડ મુદ્દે વિપક્ષે ગૃહમાં હોબાળો થયો હતો. કોંગ્રેસે ગૃહમાં પોતાની જગ્યા પર બેનરો બતાવી દેખાવો કર્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસ અને AAPના ધારાસભ્યોને પ્લેકાર્ડ લઇ લેવાની પાંચથી છ વાર ટકોર કરી હતી. જો કે તેમણે પ્લેકાર્ડ હટાવ્યા ન હતા અને હોબાળો કરવાનું ચાલુ રાખ્યુ હતુ. જે પછી મુખ્યમંત્રી દ્વારા પણ મધ્યસ્થી કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા. તેમ છતા હોબાળો ન રોકાતા કોંગ્રેસ અને AAPના ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કરાઇમાં નકલી PSI ભરતી કૌભાંડ મુદ્દે કોંગ્રેસે ગૃહમાંપોતાની જગ્યા પર બતાવ્યા બેનરો બતાવી દેખાવો કર્યા હતા. સાથે જ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગૃહમાં નિવેદન આપ્યુ હતુ કે, આ કૌભાંડમાં સરકારમાં બેઠેલાની મિલિભગત છે. કોંગ્રેસ યુવાનોની નોકરીની ચર્ચાની વાત કરે તો સરકાર ભાગે છે. ત્યારે હવે નૈતિક જવાબદારી સ્વીકારી શરમ કરી તાત્કાલિક ગૃહરાજ્યપ્રધાને રાજીનામું આપી દેવુ જોઇએ. જે પછી હોબાળો થતા વિધાનસભા અધ્યક્ષે ટકોર કરી હતી. જે પછી પણ હોબાળો યથાવત રહેતા કોંગ્રેસ અને AAPના ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે ગાંધીનગરના કરાઈ તાલીમ એકેડમીમાં બોગસ પીએસઆઈ તાલીમ લેતા હોવાની ઘટના સામે આવી હતી. ગૃહ વિભાગ દ્વારા છેલ્લા 9 દિવસથી તપાસ ચાલી રહી હોવાના સમાચાર સામે આવ્યા છે.. સુત્રોએ જણાવ્યા પ્રમાણે રાજ્યના પોલીસ વડાને નવ દિવસ પહેલા જ સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી. આ સમગ્ર ષડયંત્રમાં કેટલા લોકો સામેલ છે તેના મૂળી સૂધી જવા માટે તપાસને ગુપ્ત રાખવામાં આવી હતી. પરંતુ તપાસની માહિતી લીક થઈ ગઈ હોવાથી ગૃહ વિભાગમાં પણ હાહાકાર મચી ગયો છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે માહિતી લીક કરનાર સામે પણ તપાસ શરૂ કરી છે.
Published On - 3:05 pm, Wed, 1 March 23