Gujarati Video : ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં મનીષ સિસોદિયાના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, VIDEOમાં જુઓ AAP કાર્યકરોની અટકાયત

Gujarati Video : ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં મનીષ સિસોદિયાના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, VIDEOમાં જુઓ AAP કાર્યકરોની અટકાયત

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 3:00 PM

ગાંધીનગર (Gandhinagar) સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આપના કાર્યકરો એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો કે વિરોધ કરી રહેલા આપ કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી.

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દેશભરમાં આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ સિસોદિયાના સમર્થનમાં આપ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આપના કાર્યકરો એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો કે વિરોધ કરી રહેલા આપ કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી. વિરોધની મંજૂરી ન હોવા છતાં આપ કાર્યકરોએ વિરોધ કરતા પોલીસે અટકાયત કરી.

તો બીજી તરફ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આક્ષેપ કર્યા અને કહ્યું કે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા ભાજપને પચતી નથી. એટલે આવા ષડયંત્ર રચી રહી છે. સાથે જ કહ્યું કે ભાજપ ગમે તેવા ગતકડા કરી લે પણ અમે ડરવાના નથી. સિસોદિયા માટે અમે ગૃહમાં પણ મુદ્દો ઉઠાવીશું.

મહત્વનું છે કે, એક્સાઇઝ કૌભાંડમાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયાની સીબીઆઈએ રવિવારે રાત્રે જ પૂછપરછ દરમિયાન ધરપકડ કરી હતી. સિસોદિયા પર વર્ષ 2021-22 માટે આબકારી નીતિ જાહેર કરવા અને તેના અમલમાં અનિયમિતતા આચરી હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારે મનીષ સિસોદીયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીએ દેશવ્યાપી વિરોધનું આહ્વાન કર્યું છે.

g clip-path="url(#clip0_868_265)">