Vadodara : મુખ્યમંત્રી આવાસ યોજનામાં વિધર્મીને મકાન ફાળવતા સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ, જુઓ Video

Vadodara : મુખ્યમંત્રી આવાસ યોજનામાં વિધર્મીને મકાન ફાળવતા સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 14, 2024 | 3:22 PM

વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવણીને લઈ વિવાદ સર્જાયો છે. જેમાં અશાંતધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારમાં આવેલા આવાસના 462 મકાનમાંથી એક મકાન વિધર્મીને ફાળવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના મોટનાથ રેસિડન્સીના રહીશોએ કોર્પોરેશન વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે.

વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવણીને લઈ વિવાદ સર્જાયો છે. જેમાં આવાસના 462 મકાનમાંથી એક મકાન વિધર્મીને ફાળવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના મોટનાથ રેસિડન્સીના રહીશોએ કોર્પોરેશન વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે.

હરણી વિસ્તાર અશાંતધારા હેઠળ આવતો હોવા છતાં પાલિકાના અધિકારીઓએ મુખ્યમંત્રી આવાસ યોજનાની સોસાયટીના K ટાવરમાં આવેલ 204 નંબરનું મકાન વિધર્મીને ફાળવ્યું છે. તમને જણાવી દઈ કે આ સમસ્યા આ અગાઉ પણ બની હતી. આ સમસ્યા 2019માં પણ સામે આવી હતી.સ્થાનિકોનું કહેવુ છે કે આ વખતે સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.

તો આ મામલે પાલિકાના ઓફોર્ડેબલ હાઉસિંગ કાયર્પાલક ઈજનેર નિલેશ પરમારે જણાવ્યું કે 2018માં મકાનનો દસ્તાવેજ થયો હતો.તે સમયે અશાંત ધારો લાગુ થયો ન હતો. સરકારની યોજનાઓમાં ધર્મના આધારે ફાળવણી થતી નથી.

( વીથ ઈનપુટ – પ્રશાંત ગજ્જર, વડોદરા ) 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો