કચ્છના આદિપુર પાસે રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું. કલાકો સુધી રેલવે ફાટક બંધ રહેતા લોકોએ લીલાશાહ પાસે ટ્રેનને અટકાવી દીધી હતી અને રેલવે ટ્રેક પર જઇને ઉગ્ર વિરોધ કર્યો હતો. લોકોનું કહેવું છે, કે લગભગ એક દાયકાથી ફાટકની સમસ્યા છે. તેથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે અને કલાકો સુધી ફાટક ખોલવામાં આવતો નથી. જેને લઇ લોકો રોષે ભરાયા હતા.
આ પણ વાંચો કચ્છ : ભૂજમાં RSSની બેઠકમાં આજે CM ભૂપેન્દ્ર પટેલ આપશે હાજરી, જુઓ વીડિયો
રેલવે ફાટક પર ઓવરબ્રિજ ન હોવાથી લાખો લોકોને દરરોજ ભારે હાલાકી પડી રહી છે. તો વિરોધ બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને મામલાને થાળે પાડવા પ્રયાસ કર્યો. ત્યારે અધિકારીઓ અને લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી. વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું કે, રેલવેના અધિકારીએ સ્થળ પર આવીને અયોગ્ય વર્તન કર્યું છે. લોકોની માગ છે, કે ઓવરબ્રિજ બનાવવામાં આવે. જેથી ફાટકની સમસ્યાથી લોકોને મુક્તિ મળે અને ટ્રાફિક જામ ન સર્જાય.