Rajkot: 150 ફૂટ રિંગરોડ પરના જાહેરનામાનો ફરી વિરોધ, જાહેરનામાના ફેરફારથી ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ નહીં, જુઓ Video

Rajkot: 150 ફૂટ રિંગરોડ પરના જાહેરનામાનો ફરી વિરોધ, જાહેરનામાના ફેરફારથી ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ નહીં, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 7:11 PM

રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પરના જાહેરનામાનો વિરોધ યથાવત્ છે. જાહેરનામાના ફેરફારથી ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ નહીં. ટ્રાવેલ્સ એસોસિયેશને 150 ફૂટ રિંગરોડ પર પહેલાની જેમ જ લક્ઝરી બસોને પ્રવેશ પર છૂટ આપવાની માગ કરી છે.

Bus Entry: રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પરના જાહેરનામાનો વિરોધ સામે આવ્યો છે. હાલમાં જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામામાં ફેરફાર કરી લક્ઝરી બસોને બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન 150 ફૂટ રિંગરોડ પર પ્રવેશ માટે છુટ આપવામાં આવી છે. જોકે આ જાહેરનામા બાદ ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ નહીં હોવાનું સામે આવ્યું છે. 2 થી 5 ની છૂટછાટ મંજૂર નહીં હોવાની સંચાલકોની રાવ છે.

આ પણ વાંચો : 150 ફૂટ રિંગરોડ પર લક્ઝરી બસોના પ્રવેશને લઈ મહત્વનો નિર્ણય, જુઓ Video

મહાતવું છે કે 150 ફૂટ રિંગરોડ પર પહેલાની જેમ જ લક્ઝરી બસોને પ્રવેશ પર છૂટ આપવાની માગ યથાવત છે. ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ દશરથસિંહ વાળાએ આ અંગે નિવેદન આપ્યું.

જેમાં પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ફેરફારથી અમે સંતુષ્ટ નહીં હોવાનું દશરથસિંહ વાળાએ જણાવ્યુ છે. 2 થી 5 વાગ્યા દરમિયાન બસો આવતી જ નથી એટલે આ ફેરફારનો કોઈ અર્થ નથી તેવું પ્રમુખ દશરથસિંહ વાળા દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">