Rajkot : 150 ફૂટ રિંગરોડ પર લક્ઝરી બસોના પ્રવેશને લઈ મહત્વનો નિર્ણય, જુઓ Video
રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર લક્ઝરી બસોના પ્રતિબંધને લઈ મહત્વનો નિર્ણય પોલીસ કમિશનર દ્વારા કરાયો છે. જેમાં લક્ઝરી બસોને બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન 150 ફૂટ રિંગરોડ પર પ્રવેશ માટે છુટ આપવામાં આવી છે.
Rajkot News: રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર પોલીસ કમિશનરના જાહેરનામામાં ફેરફાર કરાયો છે. લક્ઝરી બસોને બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન 150 ફૂટ રિંગરોડ પર પ્રવેશ માટે છુટ આપવામાં આવી છે. અગાઉ બહાર પડેલા જાહેરનામામાં સવારે 8 થી રાત્રે 9 સુધી લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. આ ઉપરાંત સ્કૂલ, કોલેજની બસોને 24 કલાક મુક્તિ આપવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ બસ અને લક્ઝરી બસોને બપોરે 2 થી સાંજના 5 વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચો : ઉપરવાસમાં ભારે વરસાદથી મોજ ડેમમાં પાણીની આવક વધી, ડેમના 10 દરવાજા 4 ફુટ સુધી ખોલી દેવાયા
રાજકોટના આ 150 ફૂટ રિંગરોડ પર લક્ઝરી બસોને પ્રતિબંધ લગાવવામાં આવતા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ બાબતે ધારાસભ્ય MP સહિતના લોકોને રજૂઆત કરાઇ હતી. જોકે આ બાદ વિરોધ અને રજૂઆતને પગલે સીપી દ્વારા જાહેરનામા અંતર્ગત છૂટછાટ આપવામાં આવી છે. જેથી હવે લક્ઝરી બસોને બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન 150 ફૂટ રિંગરોડ પર પ્રવેશ માટે છુટ આપવામાં આવી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
