PM મોદીએ બનાસકાંઠામાં વિકાસકામોનું કર્યુ ખાતમુહુર્ત, સરદાર સાહેબ મુદ્દે પીએમના કોંગ્રેસ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના થરાદમાં 8,034 કરોડના વિવિધ પ્રકલ્પોનુું ખાતમુહુર્ત કર્યુ છે. વડાપ્રધાને અહીં સુજલામ સુફલામ પરિયોજનાની શરૂઆત કરાવતા કર્માવત જળાશય ભરવાની પણ જાહેરાત કરી. વડાપ્રધાને સરદાર સાહેબ મુ્દ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠામાં વિવિધ વિકાસકામોનું ખાતમુહુર્ત કર્યુ. પીએમ મોદીએ થરાદથી 8,034 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત કર્યુ. આ પ્રસંગે પીએમએ મોરબીમાં સર્જાયેલી પૂલ દુર્ઘટના પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે આ મામલે સરકાર તરફથી કોઈ કસર છોડવામાં નહીં આવે. પીએમએ કહ્યુ હું તમને વિશ્વાસ અપાવવા માગુ છુ કે આ વિકટ પરિસ્થિતિમાં સરકાર તરફથી કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે.
આ દરમિયાન પીએમ મોદીએ થરાદમાં મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા અને કર્માવત જળાશય ભરવાની જાહેરાત કરી હતી. આ તકે પીએમએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પીએમએ કહ્યુ રાજસ્થાનના મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ નહેર યોજનાનો વિરોધ કરતો પત્ર લખ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યુ કે મેં પણ તેમને કહ્યું કે સુજલામ સુફલામ પરિયોજના આગળ વધશે કારણ કે તેનાથી ઉત્તર ગુજરાતના લોકોને લાભ થશે. બનાસકાંઠાના ગામડાઓને આ યોજનાઓથી ઘણો લાભ થશે. પીએમએ જણાવ્યુ કે ગુજરાતના લોકો મુશ્કેલી જોઈને મોટા થયા છે. વડાપ્રધાને આજે કસારાથી દાંતીવાડા સુધીની પાઈપલાઈનનો શિલાન્યાસ કર્યો છે.
કોંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો શું છે?- PM મોદી
પીએમ મોદીએ તેમના સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા સવાલ કર્યો કે કોંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો શું છે? પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે છાપામાં કૉંગ્રેસની જાહેરાત જોઈ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે કોંગ્રેસે અખબારોમાં જાહેરાત આપે છે પણ સરદાર સાહેબનો ફોટો નહિ, સરદાર સાહેબનું નામ નહિ, તમે સરદાર સાહેબને તો જોડો પછી દેશ જોડવાનું કામ કરજો એમ જણાવતાં ગુજરાત સરદાર સાહેબનું આવું અપમાન કયારેય સહન નહિ કરે એમ જણાવી સરદાર પટેલના રસ્તે, સરદાર પટેલના આશીર્વાદથી ગુજરાતને વિકાસની દિશામાં આગળ લઈ જવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
