વડોદરામાં રાજા રાણી તળાવ પર બાંધેલા ગેરકાયદે ઝૂંપડાઓ હટાવવા તંત્રની તૈયારીઓ શરૂ – જુઓ Video

વડોદરામાં રાજા રાણી તળાવ પર બાંધેલા ગેરકાયદે ઝૂંપડાઓ હટાવવા તંત્રની તૈયારીઓ શરૂ – જુઓ Video

| Edited By: | Updated on: May 19, 2025 | 7:54 PM

વડોદરા શહેરના રાજા રાણી તળાવ પર બાંધેલા ગેરકાયદે ઝૂંપડાઓ અંગે વહીવટીતંત્ર હવે કાર્યવાહી કરશે.

વડોદરા શહેરના રાજા રાણી તળાવ પર બાંધેલા ગેરકાયદે ઝૂંપડાઓ અંગે વહીવટીતંત્ર હવે કાર્યવાહી કરશે. મળતી માહિતી મુજબ, અહીં કુલ 174 ઝૂંપડાઓ બાંધવામાં આવ્યા છે. ઝૂંપડામાં રહેતા નાગરિકોને વહીવટી વિભાગની નોટિસ ફટકારવામાં આવી છે.

નોંધનીય છે કે, આવા પ્રકારની નોટિસ ગત ડિસેમ્બરમાં આપવામાં આવી હતી અને હવે ફરી એકવાર એવી જ નોટિસ આપીને આગળ કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક નાગરિકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે કે, જો સરકાર અથવા મહાનગરપાલિકા દ્વારા કોઈ વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરવામાં આવે, તો તેઓ ત્યાંથી હટવા તૈયાર છે.

નાગરિકોનો દાવો છે કે, તેઓ છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરે છે. જણાવી દઈએ કે, આજ રોજ જ વહીવટીતંત્ર દ્વારા હિયરિંગનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: May 19, 2025 07:45 PM