સોમનાથમાં શ્રાવણ મહિનાની ઉજવણીને લઈને તૈયારીઓ, ભક્તોને કોઈ મુશ્કેલી ના પડે તેવુ આયોજન
સોમનાથ

Follow us on

સોમનાથમાં શ્રાવણ મહિનાની ઉજવણીને લઈને તૈયારીઓ, ભક્તોને કોઈ મુશ્કેલી ના પડે તેવુ આયોજન

| Edited By: | Updated on: Jul 27, 2022 | 12:38 PM

શ્રાવણ મહિનામાં મંદિરમાં 250 પોલીસ (Gir somnath police) જવાનો, 1 SRPની બટાલીયન, બોમ્બ ડિસપોઝલ સ્કોવોડ, ડોગ સ્કોવોડ અને ક્યુ.આર. ટીમ રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે.

શ્રાવણ મહિનો નજીક આવતો હોવાથી પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં (Somnath Temple)  સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.ઝેડ પ્લસ સુરક્ષા (Safety) ધરાવતા સોમનાથ મંદિરમાં ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું છે.જિલ્લા પોલીસવડાએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.જેમાં ખાસ મંદિરમાં દર્શન માટે આવતા ભાવિકો સાથે ફરજ પરના સુરક્ષાકર્મીઓ (Girsomnath Police)  સારૂ વર્તન કરે તે માટે ખાસ ટ્રેનીંગ અપાઈ હતી.

મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા

શ્રાવણ મહિનામાં મંદિરમાં 250 પોલીસ જવાનો, 1 SRPની બટાલીયન, બોમ્બ ડિસપોઝલ સ્કોવોડ, ડોગ સ્કોવોડ અને ક્યુ.આર. ટીમ રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે.મંદિરના આસપાસના વિસ્તારોમાં લાગેલા 150 સીસીટીવી કેમેરાઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે.ચાલુ વર્ષે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા છે.

સોમનાથ મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી

તમને જણાવી દઈએ કે, ખાસ કરીને શ્રાવણ મહિનામાં આવાત તહેવારોને (Gujarat Festival) પગલે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતુ હોય છે.ત્યારે તેને ધ્યાને લઈને સોમનાથ મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.મંદિર કમ્પાઉન્ડમાં 20 જેટલા ટેન્ટ લગાવવામાં આવ્યા છે. આ સિવાય 2 વર્ષથી કોરોના કાળને (Corona penedemic) લીધે પાલખીયાત્રા માત્ર મંદિર પરિસર સુધી સીમિત હતી. જે ઢોલ શરણાઈના તાલે મંત્રોચ્ચાર સાથે યોજાશે.સુરક્ષાને લઇને પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વનું છે કે ખાસ જિલ્લા પોલીસ વડા દ્વારા આ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યુ.

Published on: Jul 27, 2022 12:34 PM