મહોત્સવની મહાતૈયારી ! ગ્લો ગાર્ડન પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું રહેશે આકર્ષણનું કેન્દ્ર,જુઓ VIDEO

મહોત્સવની મહાતૈયારી ! ગ્લો ગાર્ડન પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું રહેશે આકર્ષણનું કેન્દ્ર,જુઓ VIDEO

| Edited By: | Updated on: Dec 11, 2022 | 7:08 AM

14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આ શતાબ્દી મહોત્સવ ચાલશે.. જેમાં દેશ-વિદેશથી લાખો લોકો હાજરી આપશે. આ મહોત્સવમાં ગ્લો ગાર્ડન, સ્વર્ણિમ મૂર્તિ, કલાત્મક પ્રવેશદ્વાર અને બાળનગર પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

અમદાવાદમાં યોજાનાર પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આ શતાબ્દી મહોત્સવ ચાલશે. જેમાં દેશ-વિદેશથી લાખો લોકો હાજરી આપશે. શતાબ્દી મહોત્સવના આકર્ષણની વાત કરીએ તો, ગ્લો ગાર્ડન સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર રહેશે. હજારો સ્વયંસેવકોએ મેક ઇન ઇન્ડિયાના વિચારથી ગ્લો ગાર્ડનનું નિર્માણ કર્યુ છે. રંગબેરંગી ડિઝાઈન તેમજ પ્રેરક સંદેશ સાથે આ ગ્લો ગાર્ડન તૈયાર કરાયું છે. 10 એકર વિસ્તારમાં ફેલાયેલા આ ગ્લો ગાર્ડનને સજાવવા માટે 2100 જેટલા સ્વયંસેવકોએ દિવસ-રાત મહેનત કરીને છે..જેમાં 150થી વધુ વિવિધ સંદેશાઓ પણ આપવામાં આવ્યા છે.

મેક ઇન ઇન્ડિયાના વિચારથી ગ્લો ગાર્ડનનું નિર્માણ

તો મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે. જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે ઓળખાય છે.સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.

તો પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર આ સ્વર્ણિમ મૂર્તિ સ્થાપવામાં આવી છે. મૂર્તિની ચારે તરફના વર્તુળમાં પ્રમુખસ્વામી મહારાજના અદભૂત પ્રેરક પ્રસંગો પણ રાખવામાં આવી છે. જે પણ આકર્ષણ બની રહેશે.