RathaYatra 2024 : રથયાત્રા પહેલા પોલીસનું પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ, DGPએ અધિકારીઓ અને મંદિરના મહંત સાથે કરી બેઠક – જુઓ Video

|

Jul 02, 2024 | 8:30 AM

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદ પોલીસે સુરક્ષા માટે અનેક પગલા રહી છે. આ તમામ તૈયારીઓનું નિરિક્ષણ કરવા માટે રાજ્ય પોલીસ વડા DGP વિકાસ સહાય પણ જોડાયા છે. તેમને અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે,

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં સુરક્ષા અંગે પોલીસ ચાંપતા પગલા લઈ રહી છે. રથયાત્રાના રુટ પર પોલીસ સતત પેટ્રોલિંગ અને ફ્લેગમાર્ચ યોજી રહી છે.  તેમજ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં હવાઈ નિરિક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જગન્નાથ મંદિરની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્ય પોલીસ વડાએ પોલીસ અધિકારીઓ મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ સાથે બેઠક કરીને રથયાત્રાના આયોજન સંદર્ભે ચર્ચા કરી છે. રાજ્ય પોલીસ વડાએ ખૂલ્લી જીપમાં સવારી કરીને રથયાત્રાના રૂટનું પણ નિરીક્ષણ કર્યું હતું.રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે સુરક્ષાને લઈને પોલીસ ચાંપતા પગલા લઈ રહી છે. કોઈ પડકાર હશે તો પોલીસ તેને પહોંચી વળશે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video