Navsari: ગરનાળામાં પાણી ભરાતા લોકો પરેશાન, પાલિકાનો પ્રિ મોન્સૂન પ્લાન ફેલ, જુઓ Video

|

Jun 27, 2023 | 4:26 PM

નવસારીમાં પાલિકાનો પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયો છે. શાકભાજી માર્કેટ અને રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે. પાણી નિકાલની અવ્યવસ્થાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. માર્કેટની બાજુમાં આવેલા તળાવમાં યોગ્ય સફાઈ ન થતા પાણી ભરાયા છે.

Navsari: શહેરમાં પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયો છે. માત્ર સામાન્ય વરસાદમાં શહેર અને જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ  છે. શાકભાજી માર્કેટ અને રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. શાકભાજી માર્કેટની બાજુમાં આવેલા તળાવમાં યોગ્ય સફાઈ ન થતા પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી. તંત્રએ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

આ પણ વાંચો : હાઇવે માટે જમીન સંપાદનથી MLA નારાજ, સ્થાનિકોનો વિરોધ, જુઓ Video

પાલિકા દ્વારા શહેરી જનોને ચોમાસામાં પડતી મુશ્કેલીને કારણે નવસારી રેલ્વે ઓવર બ્રિજ બનાવવાની શરૂઆત કરી હતી. પરંતુ કેટલાક ટેકનિકલ કારણો સર આ બ્રિજનું કામ પૂર્ણ થઈ શક્યું નથી. જેથી હવે આ બ્રિજનું કામ દિવાળી સુધીમાં કરાશે તેવું પાલિકા એ જણાવ્યુ છે. એટલેકે નવસારીની જનતાએ આ વર્ષે પણ ચોમાસામાં રેલ્વે ઓળંગવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

(with input : Nilesh Gamit)

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:22 pm, Tue, 27 June 23

Next Video