ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ કરી, બેની શોધખોળ

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ કરી, બેની શોધખોળ

| Updated on: Aug 28, 2026 | 10:46 PM

સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસે બાલીસણા ગામે દરોડો પાડી 1.096 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. ઘરમાં ગાંજો રાખી વેચાણ કરતા રમેશ મકવાણા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

સાબરકાંઠાના પ્રાંતિજથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પ્રાંતિજ પોલીસે બાલીસણા ગામે સફળતાપૂર્વક ડ્રગ્સ વિરોધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, બાલીસણામાં એક શખ્સ પોતાના ઘરમાં ગાંજો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પ્રાંતિજ પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.

પોલીસના દરોડા દરમિયાન ઘરમાંથી 1 કિલો 96 ગ્રામ એટલે કે કુલ 1.096 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સના જથ્થા સાથે રમેશ મકવાણા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ગાંજાનો જથ્થો ભરૂચના અસલમ અને અશોક નામના બે શખ્સો દ્વારા મોકલવામાં આવ્યો હતો.

પ્રાંતિજ પોલીસે રમેશ મકવાણાની ધરપકડ કરી છે અને ભરૂચના અસલમ તથા અશોકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ત્રણેય શખ્સો સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે કડક કાર્યવાહી ચાલુ રાખી છે.

રાજકોટ વાળા આવી તમાકુ ખાય છે ! SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ, જુઓ Video

Published on: Aug 28, 2026 10:45 PM
Follow Us
Loading...
Unable to load recommendations.