Vadodara : સોખડા હરિધામ વિવાદ અંગે હાઇકોર્ટના આદેશ બાદ પ્રબોધ સ્વામી આણંદ જવા રવાના

હાઇકોર્ટના વચગાળાના આદેશને  પ્રબોધ સ્વામીના(Prabodh Swami) હરિભક્તોએ આવકાર્યો છે. તેમજ પ્રબોધ સ્વામી જ્યાં પણ રહે તેનાથી હરિભક્તો ખુશ છે. જો કે પ્રબોધ સ્વામી હાલ આણંદના બાકરોલ આશ્રમ ખાતે જવા રવાના થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 7:05 PM

ગુજરાતના વડોદરાના(Vadodara) સોખડા હરિધામ(Sokhda Haridham) વિવાદ કેસમાં હાઇકોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. જેમાં હાઇકોર્ટના વચગાળાના આદેશને  પ્રબોધ સ્વામીના(Prabodh Swami) હરિભક્તોએ આવકાર્યો છે. તેમજ પ્રબોધ સ્વામી જ્યાં પણ રહે તેનાથી હરિભક્તો ખુશ છે. જો કે જો કે પ્રબોધ સ્વામી હાલ આણંદના બાકરોલ આશ્રમ ખાતે જવા રવાના થયા છે. જેમાં સત્યના પક્ષમાં ભવિષ્યમાં ચુકાદો આવે તેવી હરિભક્તોને આશા હતી. તેમજ પ્રબોધ સ્વામીના પક્ષમાં ચુકાદો આવે તેવી આશા હરિભક્તોએ રાખી છે.

ગુજરાતમાં વડોદરાના સોખડા હરિધામનો વિવાદ છેક હાઇકોર્ટેસુધી પહોંચ્યો છે. જેમાં હાઇકોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. જેમાં હાઇકોર્ટે 130 સંતોને સાંભળ્યા બાદ અદાલતે સંતોને આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવાનો આદેશ કર્યો છે. જ્યારે મહિલાઓને નિર્ણય નગર સંત નિવાસ કેમ્પસમાં રાખવા આદેશ આપ્યો છે. તેમજ સંતો અને હરિભક્તોના પાસપોર્ટ સાહિતના પુરાવા જમા કરવા આદેશ આપ્યો છે. જયારે પ્રેમસ્વામી ,ત્યાગસ્વામી અને પ્રબોધસ્વામીને કોર્ટનો કડક શબ્દોમાં હુકમ કર્યો છે. તેમજ તમામ સંતોને સમાધાનનું વલણ રાખવા કોર્ટે આદેશ કર્યો છે. જ્યારે હાઇકોર્ટે આ સંતોને 4 મહિનામાં ખરાબ રીતે હેરાન કર્યા હોવાના કોર્ટે નોંધ કરી છે.

આ પણ વાંચો :  કંડલા પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ ઝડપાતા ફરી ખળભળાટ, ડ્રગ્સની અંદાજિત કિંમત 1250 કરોડ રૂપિયા

આ પણ વાંચો :  Ahmedabad: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ગાંધી આશ્રમની મુલાકાત લીધી, ચરખો કાંત્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">