Cyclone Biporjoy: કચ્છમાં વાવાઝોડાને પગલે વીજ પુરવઠો ખોરવાયો, ગામડાઓમાં અંધારપટ, જુઓ Video

|

Jun 15, 2023 | 10:44 PM

કચ્છમાં વાવાઝોડાને પગલે વીજ પુરવઠો ખોરવાયો છે. અનેક ગામડાઓમાં અંધારપટ છવાયો છે. રહેણાક તેમજ કોમર્શિયલ વિસ્તારોમાં વીજળી ઠપ્પ થઈ છે. જખૌમાં તાકાતવર વાવાઝોડુ ત્રાટક્યુ છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડુ ભારે તબાહી સર્જે તેમ છે.

Cyclone Biporjoy : કચ્છમાં વાવાઝોડાને પગલે વીજ પુરવઠો ખોરવાયો છે અનેક ગામડાઓમાં અંધારપટ છવાયો છે. રહેણાક તેમજ કોમર્શિયલ વિસ્તારોમાં વીજળી ઠપ થઈ છે. હાલમાં સમુદ્રમાં સંગ્રામની સ્થિતિની શરૂઆત થઈ છે.

અરબ સાગરનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. માંડવીમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી હત્યા હોવામની ઘટના બની છે. પોરબંદરમાં દુકાનોના પતરા ઉડ્યા હતા. જખૌમાં તાકાતવર વાવાઝોડુ ત્રાટક્યુ છે. નવલખી રોડ પર વીજ પોલ પડવાની પણ ઘટના સામે આવી છે. મુખ્યપ્રધાન સતત બેઠકો યોજી રહ્યા છે.

આ પણ વાંચો : Cyclone Biporjoy થી કચ્છમાં વાવાઝોડાથી નુકશાનીનો આંકડો સામે આવ્યો, 7 પશુના મોત

ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્ય મંત્રીએ બેઠક કરી. ગાંધીનગરથી સતત સ્થિતિ પર વૉચ રાખવામા આવી રહી છે. 8 પ્રભાવિત જિલ્લાઓમાં કહેર વધશે. ત્યારે હાલમાં લેન્ડફોલની સ્થિતિ દરમ્યાન વીજળી ગુલ થઈ છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં અંધારપટ છ્વાયો છે. હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડુ ગુજરાતમાં એન્ટ્રી બાદ ભારે તબાહી સર્જે તેમ છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video