Ahmedabad : અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં હવે રોડ રિપેરીંગના નામે થીગડા કૌભાંડ ! Videoમાં જુઓ ખાડારાજના દ્રશ્યો

|

Jul 31, 2023 | 1:00 PM

અમદાવાદ કોર્પોરેશને લોકોને સારા રોડ આપવાની જગ્યાએ રોડ રિપેરીંગના નામે થીગડા કૌભાંડ આચર્યું છે. જોધપુર વોર્ડમાં કોન્ટ્રાકટરે રોડ બનાવવામાં મસમોટું કૌભાંડ આચરતા લોકોમાં રોષ ફેલાયો છે.

Ahmedabad : અમદાવાદના જોધપુર વિસ્તારમાં જાવ તો જરા ધ્યાન રાખજો. તમારા કમરના મણકા તૂટી જાય તેવા મસમોટા ખાડા પડી ગયા છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને લોકોને સારા રોડ આપવાની જગ્યાએ રોડ રિપેરીંગના નામે થીગડા કૌભાંડ આચર્યું છે. જોધપુર વોર્ડમાં કોન્ટ્રાકટરે રોડ બનાવવામાં મસમોટું કૌભાંડ આચરતા લોકોમાં રોષ ફેલાયો છે.

આ પણ વાંચો : Ahmedabad: રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગમાં ફાયર ઓફિસરને ધુમાડાની થઈ અસર, ICUમાં કરાયા એડમિટ

એક જ રોડના ખાડા પૂરવામાં કોન્ટ્રાકટર દર વર્ષે લાખોના બિલ મુકે છે. અને ખાડા પૂરવામાં આવતા નથી. અમુક જગ્યાના ખાડા પૂરવામાં ન આવતા વાહન ચાલકોને ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દર વર્ષે માત્ર ખાડા રિપેરીંગ થાય છે. અને નવા રોડ બનતા જ નથી. રોડ પર થીગડા મારવામાં આવતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તાત્કાલિક ધોરણે રોડ પર ખાડા પૂરવામાં આવે તેવી સ્થાનિકોએ નઘરોળ તંત્ર સમક્ષ માગ કરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:05 pm, Mon, 31 July 23

Next Video