Ahmedabad: ચોમાસા પહેલા AMC સામે પોસ્ટર વોર, મેઘાણીનગર વિસ્તારમાં સ્થાનિકોએ લગાવ્યા પોસ્ટર, જુઓ Video

|

May 30, 2023 | 6:03 PM

ચોમાસા પહેલા અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં જનતા જાગૃત બની ને મનપા સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે અને પ્રશાસકો પર સવાલ ઉઠાવતા પોસ્ટરો જાહેર માર્ગ પર ઠેર ઠેર લગાવ્યા છે.

Ahmedabad: વરસાદ પડે અને ભૂવો ન પડે તો તે અમદાવાદ શહેર ના કહેવાય. આવી જ હાલત ફરી ચોમાસામાં બની છે. ઠેર-ઠેર પાણી ભરાવા, ડ્રેનેજ ઉભરાવી, લોકોના ઘરમાં પાણી ઘુસી જવા, ટ્રાફિક જામ થવો અને ભૂવા પડવા આ વાત અમદાવાદમાં દર ચોમાસે બને છે. અમદાવાદમાં દર ચોમાસે સર્જાતી નિયમિત સમસ્યા છે. તંત્ર ભલે ગમે તેવા બહાના કાઢે પરંતુ વારવારની વાર્ષિક સમસ્યાથી ત્રસ્ત અમદાવાદની જનતા  વિરોધનો નવો રસ્તો અપનાવ્યો છે. મેઘાણીનગરની જનતાએ અમદાવાદ મનપા સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. જનતાએ પ્રશાસકો પર સવાલ ઉઠાવતા પોસ્ટરો જાહેર માર્ગ પર ઠેર ઠેર લગાવ્યા છે.

આ પણ વાંચો : મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિમોન્સૂનના દાવા પોકળ, શહેરમાં 4 સ્થળોએ ભુવા પડ્યા હોવાની ઘટના, જુઓ Video

શહેરીજનોએ તંત્ર સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. જેમાં જનતાએ તંત્રને પૂછ્યું છે કે ક્યાં સુધી પ્રશાસકોના અણઆવડતભર્યા નિર્ણયનો ભોગ જનતા બનશે ? આ ચોમાસે લોકોના ઘરમાં પાણી ઘુસશે કે નહીં ? આ સહિતના અનેક વેધક સવાલ જનતાએ પોસ્ટર્સમાં છાપીને પૂછતા,  તંત્રને દોડતુ કરી દીધુ છે. કારણ કે હાલમાં અમદાવાદમાં ચોમાસા પૂર્વે જ પડેલા કમોસમી વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેને લઈને લોકોને હલકી ભોગવવાનો વારો આવ્યો છે. જેને લઈ શહેરીજનો આક્રમક મૂડમાં આવ્યા છે. અને મનપાને સવાલો કરી રહ્યા છે કે કઈ રીતે શું આગામી ચોમાસામાં પણ આવી જ સ્થિતિ અમદાવાદની હશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:00 pm, Tue, 30 May 23

Next Video