Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar: પોરબંદરમાં કાર અથડાવાને લઈ બે જુથ વચ્ચે હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

Porbandar: પોરબંદરમાં કાર અથડાવાને લઈ બે જુથ વચ્ચે હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

| Updated on: Jan 15, 2022 | 8:07 AM

પોરબંદરમાં નાની અમથી વાતમાં જુથ અથડામણની અગાઉ પણ અનેક ઘટનાઓ સામે આવેલી છે. ફરી એકવાર એક નાનકડી વાતમાં મામલો બીચકી ગયો હોય તેવી ઘટના બની છે. વાત કઇક એમ હતી કે કાર અથડાવાને લઇને શુક્રવારે બે જુથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

પોરબંદર (Porbandar)માં એક નાની અમથી વાતને લઇને બે જુથ સામ સામે આવી ગયા હતા. બાદમાં મામલો એટલો ઉગ્ર બની ગયો કે ઘટના દરમિયાન ફાયરિંગ (Firing) પણ કરવામાં આવ્યુ, જેમાં બે લોકોના મોત (Death)પણ થયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

ઉગ્ર બોલાચાલી બાદ ફાયરિંગ

પોરબંદરમાં મકરસંક્રાંતિની મોડી સાંજે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને લઇને બન્ને જુથ વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં મામલો બીચક્હયો હતો અને હત્યા સુધી પહોંચી ગયો. મામલો ઉગ્ર બનતા આરોપીઓએ કુલ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું  હતુ. જેમાં 2 લોકોના મોત થયા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ફાયરિંગ બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે આ કેસમાં કુલ ત્રણ શંકાસ્પદ લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

ફાયરિંગમાં બે લોકોના મોત

સમગ્ર મામલા વિશે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક દ્રષ્ટીએ અકસ્માત બાદ મામલો હત્યા સુધી પહોંચે તે વાત ગળે ઉતરી રહી નથી. જેને લઈને પોલીસે હત્યાનું સાચુ કારણ શોધવા તપાસ હાથ ધરી છે. સાથે ફરાર આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

રાજયભરમાં ઉત્તરાયણની હર્ષોલ્લાસભેર ઉજવણી, મુખ્યપ્રધાન સહિતના નેતાઓ અને કલાકારોએ પતંગ ચગાવ્યા

આ પણ વાંચોઃ

Vadodara: ઓમીક્રોનના કહેર વચ્ચે બ્લેક ફંગસનું સંકટ! વડોદરામાં મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધાયો વધારો

Published on: Jan 15, 2022 07:10 AM
g clip-path="url(#clip0_868_265)">