પોરબંદર વીડિયો: પાકિસ્તાનની જેલમાંથી 80 માછીમારોને કરાયા મુક્ત, પરિવારમાં ખુશીનો માહોલ

પોરબંદર વીડિયો: પાકિસ્તાનની જેલમાંથી 80 માછીમારોને કરાયા મુક્ત, પરિવારમાં ખુશીનો માહોલ

| Edited By: | Updated on: Nov 11, 2023 | 7:00 AM

પોરબંદરના માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં લગભગ 80 માછીમારોને સુરક્ષા સાથે વાઘા બોર્ડર પહોચ્યા હતા.વાઘા બોર્ડર પર તમામ માછીમારોની તપાસ કરવામાં આવી હતી. જેના પગલે તમામ માછીમારો પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરશે. માછીમારોને મુક્ત થવા બદલ પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

પાકિસ્તાનની જેલમાંથી પોરબંદરના માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં લગભગ 80 માછીમારોને સુરક્ષા સાથે વાઘા બોર્ડર પહોચ્યા હતા. વાઘા બોર્ડર પર તમામ માછીમારોની તપાસ કરવામાં આવી હતી. પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવેલા તમામ માછીમારો ટ્રેન મારફતે વતન તરફ પ્રયાણ કરશે. જેના પગલે તમામ માછીમારો પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરશે. માછીમારોને મુક્ત થવા બદલ પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતા માછીમારો

એનજીઓ ‘ઈન્ડિયા પાકિસ્તાન પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી’ના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય જીવન જુંગીએ કહ્યુ હતું કે, ‘આ 80 માછીમારોને લગભગ 3 વર્ષ પહેલા પાકિસ્તાની અધિકારીઓએ તેમના દેશના પ્રાદેશિક જળસીમામાં માછીમારી કરવાનો ગુનો નોંધી કેદ કર્યા હતા. તેઓ 2020માં ગુજરાતના દરિયાકાંઠેથી રવાના થયા હતા. એક રેકોર્ડ અનુસાર, 173 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે.’ મે અને જૂનમાં, પાકિસ્તાન સરકારે લગભગ 400 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા જેમની સમાન આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો